<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

ધ્રાંગધ્રાના રાજપરમાં બળદેવને ૩ શખ્‍સો મારકુટ કરી મુકી ગયા

વાડીએથી નીકળ્‍યા બાદ બનાવઃ દારૂનો ડખ્‍ખો હોવાની શંકા

રાજકોટ તા. ૨૪: ધ્રાંગધ્રાના રાજપર ગામે મુન્‍નાભાઇ ભરવાડની વાડીમાં રહી મજૂરી કરતાં બળદેવ સવજીભાઇ ઓડુસા (ઉ.વ.૩૦)ને સાંજે સાતેક વાગ્‍યે ત્રણેક અજાણ્‍યા શખ્‍સો બેફામ માર મારી લોહીલુહાણ હાલતમાં વાડી પાસે મુકી ભાગી જતાં બળદેવને ધ્રાંગધ્રા સારવાર અપાવી બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છ.ે

બળદેવ ત્રણ ભાઇ અને ચાર બહેનમાં નાનો તથા કુંવારો છે અને ખેત મજૂરી કરે છે. કદાચ દારૂ પીધા બાદ કોઇ વાતે માથાકુટ થતાં મારકુટ થયાની શંકા સગાએ દર્શાવી હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ધ્રાંગધ્રા પોલીસને જાણ કરી હતી.

(1:15 PM IST)