<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

જામનગરમાં હાર્દિક ડાંગર ઉપર ૩ શખ્‍સોનો છરીથી હુમલો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૪ :.. જામનગરના ત્રણ બત્તી વિસ્‍તારથી આગળ જતા આવેલા સ્‍ટારલાઈટ પોઇન્‍ટ પાસે જૂની અદાવતમાં યુવાન પર છરી વડે હુમલો કરાયાની ઘટના સામે આવી છે.

ત્રણ શખ્‍સો હુમલો કરી ફરાર થઈ ગયા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. ત્‍યારે શરીર વડે જેના પર હુમલો થયો તે હાર્દિક ડાંગર નામનો યુવક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્‍યું છે જેને સારવાર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરાય છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:06 PM IST)