<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

જામનગરમા ગમખ્વાર અકસ્માતમા ૩ ને ઈજા : ૧ ગંભીર

સુભાષ બ્રિજ પાસે મોડી રાત્રે રીક્ષા અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર : ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૯ :જામનગર શહેરના સુભાષ બ્રિજ નજીક ઓવરબ્રિજ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ એક રીક્ષા અને એક એક્ટિવા વચ્ચે જોરદાર અથડામણ થતા આ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં એક વ્યક્તિની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

 

(11:16 AM IST)