તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
ગિરનારની લીલી પરિક્રમાને ૩ દિવસ બાકીઃ રૂટમાં સાધુ-સંતોએ ધૂણા ધખાવ્યા, તંત્રની તૈયારીઓ પૂર્ણ
ઈમરજન્સી માટે બાઈક એમ્બ્યુલન્સ અને SDRFની ટીમ તૈનાત રહેશેઃ સિંહ-દીપડાથી રક્ષણ માટે દરેક રાવટીએ પાંજરા મુકાશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૭: જૂનાગઢની સુપ્રસિદ્ધ ૩૬ કિલોમીટરની ગિરનાર લીલી પરિક્રમા આગામી તારીખ ૨૦ નવેમ્બરની મધ્યરાત્રિથી શરૂ થવા જઈ રહી છે, જેને આડે હવે માત્ર ૩ દિવસ બાકી રહ્યા છે. લાખો ભાવિકોની સુરક્ષા અને પ્રાથમિક સુવિધાઓ માટે વહીવટી તંત્ર અને વનવિભાગે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.
પરિક્રમા રૂટ પર સાધુ-સંતોએ ધૂણા ધખાવી દીધા છે તેમજ ઉતારા મંડળ અને અન્નક્ષેત્રોને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે.
કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઓછા વરસાદના કારણે પાણીની અછત હોવા છતાં પણ ભાવિકોને પીવાના પાણીની તંગી ન પડે તે માટે રૂટ પર નવા ૧૮ બોર કરવામાં આવ્યા છે, જેમાંથી ૧૬ બોરમાં પુષ્કળ પાણી આવ્યું છે. આ ઉપરાંત ર્પાકિંગ, આરોગ્ય, વીજળી અને નેટવર્કની સુવિધામાં પણ વધારો કરાયો છે. ઈમરજન્સી માટે ૨૪ કલાક ૮ હોસ્પિટલ, બાઈક એમ્બ્યુલન્સ અને SDRFની ટીમ તૈનાત રહેશે.
તેઓએ શ્રદ્ધાળુઓને નિયત તારીખે જ પરિક્રમામાં આવવા અનુરોધ કર્યો છે.
જ્યારે ડીસીએફ અક્ષય જોશીએ જણાવ્યું કે, ગિરનાર જંગલમાં ૫૪ જેટલા સિંહ અને ૫૦ જેટલા દીપડાનો વસવાટ હોવાથી માનવ-વન્યજીવ ઘર્ષણ ટાળવા વનવિભાગનો ૪૦૦નો સ્ટાફ ખડેપગે રહેશે. ?થમવાર દરેક રાવટી ઉપર પાંજરા અને ફાયર ફ્લોટસ મુકવામાં આવશે. જંગલમાં પ્લાસ્ટિક પ્રતિબંધના કડક અમલ માટે ૧૧ એન્ટી પ્લાસ્ટિક સ્કવોડ કાર્યરત રહેશે અને પ્રવેશ ગેટ પર ઈકો-ફ્રેન્ડલી બેગનું વિતરણ કરાશે.
એસટી બસો અને પાર્કિગ વ્યવસ્થા
ભાવિકોની સુવિધા માટે એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લાઓમાંથી ૪૫૦ બસો દોડાવવાનું આયોજન કરાયું છે, જેમાં ૩૦ એક્સ્ટ્રા બસો પણ સામેલ છે. ટ્રાફિક નિયમન માટે શહેરમાં નીચલા દાતાર, જિલ્લા જેલ સામે સહિતના સ્થળોએ ટુ-વ્હીલર અને ખાનગી વાહનો માટે ૨૦૦૦ જેટલા વાહનોની ક્ષમતા ધરાવતા જાહેર અને ખાનગી પાર્કિંગ ઉભા કરાયા છે.
પરિક્રમાર્થીઓને તંત્રની ખાસ અપીલ
પરિક્રમા દરમિયાન જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલી કે બોટલ ન લાવવી અને કચરો માત્ર કચરાપેટીમાં જ નાખવો. વન્ય?ાણીઓને હેરાન ન કરવા, નિર્ધારિત રૂટ પર જ ચાલવું અને ભૂલથી પણ આડા-અવળા રસ્તે ન જવું. જંગલમાં આગ લાગી શકે તેવી કોઈ પ્રવળત્તિ ન કરવી તથા કયાંય ધુમાડો દેખાય તો તુરંત વનકર્મીઓને જાણ કરવી.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
