<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

જેતપુરમાં કારખાનાની ઓફીસમાં જુગાર રમતા ૩ પકડાયાઃ ૧.પ૮ લાખની રોકડ કબ્‍જે

રૂરલ એલસીબીએ દરોડા પાડી નામચીન બુટલેગર અનીલ ઉર્ફે ડબલી સહિતનાઓને પતા ટીંચતા ઝડપી લીધા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૯:   જેતપુર કારખાનાની ઓફીસમાં રૂરલ એલસીબીએ રેઇડ કરી નામચીન બુટલેગર સહિત ૩ ને જુગાર રમતા ૧.પ૮ લાખની રોકડ સાથે ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ ગઢની રાંગ પાસે આરોપી હિતેષ ભાખોતરાના કબ્‍જા ભોગવટાના શીવાની પ્રોસેસ નામના કારખાનાની ઓફીસમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા રૂરલ એલસીબીએ રેઇડ કરી જુગાર રમતા કારખાનેદાર (૧) હિતેષભાઇ ઉર્ફે ભયલુ જેરામભાઇ ભાખોતરા (ઉ.વ.૩૮) ધંધો વેપાર રહે. નાજાવાળા પરા જેતપુર (ર) અનીલ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈયા ધંધો મજુરી તથા (૩) અમીત દિનેશભાઇ ભડેલીયા ધંધો વેપાર રહે. રેલ્‍વે સ્‍ટેશન રોડ વીરપુર તા.જેતપુરને રોકડા રૂા. ૧,પ૮,૦૦૦ તથા મોબાઇલ નંગ ૪ મળી કુલ ૧,૮૪,૦૦૦ રૂા. મુદામાલ સાથે પકડી પાડી જેતપુર ઉદ્યોગનગર  પોલીસને હવાલે કર્યા હતા.

આ કાર્યવાહી રાજકોટ ગ્રામ્‍ય એલસીબીના પોલીસ ઇન્‍સ્‍પેકટર જે.પી.રાવ પો.સબ ઇન્‍સ. કે.એમ.ચાવડા, એચ.સી. ગોહીલ, આર.વી.ભીમાણી, પી.એન.ભરવાડ, એ.એસ.આઇ. અનીલભાઇ બડકોદીયા, બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, ભાવેશભાઇ ચાવડા, પો.હેડ કોન્‍સ. મનીષભાઇ વરૂ, રમણીકભાઇ મણવર, અર્જુનભાઇ ડવેરા, રસીકભાઇ જમોડ, મનદીપસિંહ જાડેજા, પો.કોન્‍સ. ભરતભાઇ ગમારા, શકિતસિંહ ઝાલા તથા ડ્રા. પો.કોન્‍સ. અબ્‍દુલભાઇ શેખ સહીતનો સ્‍ટાફ જોડાયો હતો.

 

(12:10 PM IST)