તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
ભાવનગરમાં વરસાદી માહોલ વચ્ચે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ૨૯૭૫ બોટલ રક્ત એકત્રિત: ‘ડોનેટ રેડ’ અભિયાન અંતર્ગત રેકોર્ડબ્રેક રક્તદાન
સરદારનગર ગુરુકુળમાંથી ૧૫૩૭, નૈમિષારણ્ય સ્કૂલમાંથી ૪૫૧, GIDC વિદ્યાલયમાંથી ૬૨૧, લાઠીદડ ગુરુકુળમાંથી ૨૪૯ અને ડભોઇ ગુરુકુળમાંથી ૧૧૭ બોટલ રક્તદાન થયું

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર શહેરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા અ.નિ. પ.પૂ. ગુરુવર્ય નારાયણપ્રિયદાસજીનીપૂણ્યસ્મૃતિ નિમિત્તે ‘ડોનેટ રેડ’ અભિયાન અંતર્ગત ભવ્ય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય કે. પી. સ્વામીજીની પ્રેરણાથી સતત ૧૨મા વર્ષે યોજાયેલા આ રક્તદાન યજ્ઞમાં વરસાદ હોવા છતાંય સમાજના તમામ વર્ગોએ અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો હતો.
આ કેમ્પ દરમિયાન ગુરુકુળની વિવિધ શાખાઓમાંથી કુલ ૨૯૭૫ બોટલ રક્ત એકત્રિત થયું હતું. જેમાં સરદારનગર ગુરુકુળમાંથી ૧૫૩૭, નૈમિષારણ્ય સ્કૂલમાંથી ૪૫૧, GIDC વિદ્યાલયમાંથી ૬૨૧, લાઠીદડ ગુરુકુળમાંથી ૨૪૯ અને ડભોઇ ગુરુકુળમાંથી ૧૧૭ બોટલ રક્તનો સમાવેશ થાય છે.
આ ભગીરથ કાર્યમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સંતો ઉપરાંત રિક્ષાચાલકો અને બસ ડ્રાઇવરોએ પણ સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.ભાવનગર, બાંભણીયા, સર ટી. અને બોટાદ બ્લડ બેંકના તબીબો તથા ગુરુકુળ પરિવારના મહેન્દ્રભાઈ પટેલ અને કર્મચારીગણના અથાક પ્રયાસોથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. એકત્ર થયેલું આ રક્ત થેલેસેમિયા પીડિત બાળકો અને અકસ્માતગ્રસ્ત દર્દીઓ માટે સંજીવની રૂપ સાબિત થશે
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
