તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
અમરેલીમાં આર્થિક સંકડામણથી કંટાળી જઇ ૨૭ વર્ષના કરણ ચાવડાનો આપઘાત
ઝેરી પાવડર પી લીધોઃ રાજકોટમાં સારવાર દરમિયાન મોત

રાજકોટ તા. ૩: અમરેલીમાં રહેતાં એક યુવાને આર્થિક ભીંસથી કંટાળી જઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ યુવાને ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ તેણે દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ અમરેલીમાં લક્ષ્મીનારાયણ મંદિર પાસે બહારપરામાં રહેતો કરણભાઇ બાબુભાઇ ચાવડા (ઉ.વ.૨૭) નામનો યુવાન ગઇકાલે સવારે સાડા અગીયારેક વાગ્યે ઝેરી પાવડર પી જતાં ઉલ્ટીઓ કરવા માંડતાં અમરેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં લાવવામાં આવ્યો હતો. અહિ સારવાર દરમિયાન રાતે મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.આપઘાત કરનાર કરણભાઇત્રણ બહેન અને બે ભાઇમાં બીજો તથા કુંવારો હતો. તે અમરેલી યાર્ડમાં છુટક મજૂરી કરતો હતો. કેટલાક સમયથી તે આર્થિક ભીંસમાં હોઇ કંટાળી જઇ આ પગલુ ભરી લીધાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં અમરેલી પોલીસે કાર્યવાહી કરી હતી.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
