<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બપોરે 11 વાગ્યા સુધીમાં 25.85% મતદાન, જામ રાવલ નગરપાલિકામાં સૌથી વધુ 28.16% નોંધાયું

3.89 લાખ મતદારોમાંથી 1,00,721 મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ, ખંભાળિયા તાલુકા પંચાયતમાં 28.43% સાથે પુરુષ મતદારો 34.66% આગળ; સલાયા ન.પા.માં મહિલા મતદારો 30.70% સાથે મોખરે

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૬ :  સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા પંચાયત, 4 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓમાં સવારે 7:00 થી 11:00 વાગ્યા સુધીમાં કુલ 25.85 ટકા મતદાન નોંધાયું છે.

 

જિલ્લા ચૂંટણી તંત્રના આંકડા મુજબ જિલ્લામાં કુલ 3,89,621 મતદારો નોંધાયેલા છે. જેમાંથી સવારે 11 વાગ્યા સુધીમાં 1,00,721 મતદારોએ મતદાન કર્યું છે. પુરુષ મતદારોમાં 31.33% જ્યારે મહિલા મતદારોમાં 19.88% મતદાન નોંધાયું છે.

સંસ્થાવાર મતદાનની ટકાવારી - સવારે 11:00 વાગ્યા સુધી.જામ રાવલ નગરપાલિકા*: 28.16% સાથે જિલ્લામાં સૌથી વધુ. 15,481 મતદારોમાંથી 4,359 મતદાન. મહિલા 28.25%, પુરુષ 28.07%.ખંભાળિયા તાલુકા પંચાયત*: 28.43% મતદાન. 1,23,047 મતદારોમાંથી 34,980 મતદાન. વાડીનાર-2 બેઠક પર સૌથી વધુ 39.45%.ઓખા મંડળ દ્વારકા*: 27.93% મતદાન. 1,31,565 મતદારોમાંથી 36,752 મતદાન નોંધાયું.કલ્યાણપુર તાલુકા પંચાયત: 26.68% મતદાન. ભોગાત બેઠક પર 38.02% સાથે સૌથી વધુ.

-સલાયા નગરપાલિકા: 25.61% મતદાન. પેટા ચૂંટણીમાં મહિલા મતદારો 30.70% સાથે પુરુષો કરતા આગળ.ભાણવડ તાલુકા પંચાયત*: 22.91% મતદાન. 78,689 મતદારોમાંથી 18,027 મતદાન થયું.દ્વારકા તાલુકા પંચાયત*: 22.49% મતદાન. ટુંપણી બેઠક પર 27.86% સાથે સૌથી વધુખંભાળિયા નગરપાલિકા: 19.68% સાથે સૌથી ઓછું મતદાન. 39,251 મતદારોમાંથી 7,723 મતદાન.

 

જિલ્લા પંચાયત

 

 દેવભૂમિ દ્વારકા જિ.પં.ની 22 બેઠકો પર 25.85% મતદાન નોંધાયું. ધરમપુર બેઠક પર 35.12% સાથે સૌથી વધુ, જ્યારે ઢેબર બેઠક પર 17.91% સાથે સૌથી ઓછું મતદાન થયું છે.

જિલ્લામાં કુલ 2,03,105 પુરુષ અને 1,86,516 સ્ત્રી મતદારો નોંધાયેલા છે. સવારે 11 વાગ્યા સુધીમાં 63,638 પુરુષ અને 37,083 મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે અને સાંજે 6:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.

(11:38 AM IST)