<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

ઉના ગ્રામ્‍યમાં નદીના પુરમાં ફસાયેલા રપ૦ લોકોને બચાવાયા

અસરગ્રસ્‍તોને ગુપ્તપ્રયાગની હરીઓમ સંસ્‍થા અને આર.એસ.એસ.ના કાર્યકરો દ્વારા ભોજન, કપડા અને ધાબળા વિતરણઃ ભારે વરસાદથી પસવાલા માંગડી અને સુલતાનપુરમાં ઘરમાં કમરડુબ પાણી ભરાયા હતાઃ એસ.ડી. આર.એફ. અને પોલીસ દ્વારા ‘રેસ્‍કયુ'

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૭: ગ્રામ્‍ય વિસ્‍તારમાં ભારે વરસાદથી પસવાલા ગાંગડા અને સુલતાનપુર સહિત ગામોમાં ઘરમં પુરના પાણી ફરી વળતા ફસાયેલા રપ૦ લોકોને એસ.ડી.આર.એફ. અને પોલીસ ટીમે ‘રેસ્‍કયુ' કરીને બચાવી લીધા હતા.

ઊના તાલુકાના ગાંગડા, પસવાળા , સુલતાન પુર, ગામો માં નદીના વરસાદી પાણી ઘુસી ગયા હતા ઘણા પરિવાર ના ઘર માં કમર ડૂબ પાણી ભરાઈ જતા ગાંગડા ગામે ૨૫૦લોકો ને sdrf ની ટીમ અને રેવન્‍યુ વિભાગની ટીમે રાત્રે રેસ્‍કયું કરી સલામત સ્‍થળ આશરો આપ્‍યો હતો. તે લોકોને ઊનાના ગુપ્ત પ્રયાગમાં ચાલતું હરિ ઓહ્મ અન્નપૂર્ણા પ્રસાદ ભોજનાલય  દ્વારા અને આર.એસ.એસ.ના સ્‍વયં સેવકો સ્‍થળ ઉપર પહોંચી તમામ ને ભોજન આપેલ હતું અને અસરગ્રસ્‍ત લોકો ને કપડા, ધાબળાઓ આપી માનવ સેવા કરી હતી.

પસવાળા ગામે ભારે વરસાદ અને નદી ના પાણી ગામ માં ઘૂસી ગયા હતા નીચાણ વાળા વિસ્‍તાર માં લોકો મુશ્‍કેલી માં મુકાઈ ગયા હતા ત્‍યારે ઊના પોલીસ ની ટીમ ને જાણ થતા પી. એસ. આઇ. બોરીચા એ. એસ. આઇ. અને પોલીસ સ્‍ટાફ વરસતા વરસાદ માં પસવાળા ગામે પહોંચી તમામ ને ઘર માંથી રેસ્‍કયુ કરી ટ્રેક્‍ટર માં બેસાડી ગામ માં સલામત સ્‍થળે પહોંચાડી તેમને નાસ્‍તો ની વ્‍યસ્‍થા કરી પોલીસે માનવ સેવા નું કર્યું હતું.

સુલતાન પુર ગામે નદીના પાણીગામ માં ઘૂસી ગયા હતા. વાહન વ્‍યવહાર થી વિખૂટું પડી ગયું હતું જેમ ચાર લોકો મકાન માં ફસાઈ જતા ગામ ના સરપંચ અને બચાવ ટીમે ચાર લોકો ને બચાવી લીધા હતા. ગાંગડા ગામે ગુપ્ત પ્રયાગ ના ભોજનાલય દ્વારા લોકો ને ભોજન અને કપડાં, ધાબળા વિતરણ તેમજ પૂરમાં ફસાઈ ગયેલ લોકોને ઊના પોલીસ એ રેસ્‍કયું કરી જીવ બચાવી માનવ સેવા કરી તેની સરાહના થઇ રહી છે.

(11:10 AM IST)