<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

થેલેસેમિયા પિડિતોના હિતાર્થે પડધરીમાં રર૮ બોટલ રકત એકત્રઃ હોસ્‍પિટલ સંકુલમાં સ્‍વચ્‍છતા કાર્યક્રમ યોજાયો

 

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરીઃ છોટેશ્રી ગણેશ મહોત્‍સવ સમિતિ દ્વારા સ્‍વ. મિતેષ ધીરજલાલ પરમાર સ્‍વ. ચંદુભા મેરૂભા રાઠોડ સ્‍વ. નીલેશભાઇ કિશોરચંદ્ર કોટક, ગૌ. વા. બ્રીજેશ નગીનભાઇ ફિચડીયા, સ્‍વ. અમિત શંકર વાઘમોડે (જીગા), સ્‍વ. મનિષભાઇ ડાયાભાઇ ડોડીયાના સ્‍મરણાર્થે ‘‘છોટે ગણેશ ચેરિટેબલ ટ્રસ્‍ટ, અને શ્રી જલારામ અભ્‍યુદય સદભાવના ટ્રસ્‍ટના સહયોગથી થેલેસેમિયાના બાળકોના હિતાર્થે આયોજીત સ્‍વૈચ્‍છિક રકતદાન શિબિર લોહાણા મહાજન વાડીમાં યોજાય ગયેલ. જેમાં રર૮ બ્‍લડ બોટલ એકત્રીત કરવામાં આવેલ. રકતદાન કેમ્‍પને સફળ બનાવવા માટે છોટેશ્રી ગણેશ મહોત્‍સવ સમિતિના સર્વે સદસ્‍યો દ્વારા સંકલિત કામગીરી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્‍ય દુર્લભજીભાઇ દેથરીયા, સરપંચ ડો. વિજયભાઇ પરમાર, ભાજપ પ્રમુખ નિલેશભાઇ ડોડીયા, પડધરી તાલુકા પંચાયત ઉપપ્રમુખ અજીતભાઇ ડોડીયા, કારોબારી અધ્‍યક્ષ રાજુભાઇ બાંભવા, તરશીભાઇ તાલપરા, છગનભાઇ વાસજાળીયા, શૈલેષભાઇ ગજેરા, મહેશભાઇ ડોડીયા, ભુપેન્‍દ્રસિંહ જાડેઢજા, શ્‍યામરાજસિંહ જાડેજા, પિન્‍ટુભા જાડેજા, વિરમભાઇ ધ્રાગીયા, કવલજીતભાઇ ડોડીયા, રાહુલભાઇ ડોડીયા, કાનજીભાઇ ચાવડા, પ્રવિણભાઇ હેરમા વિગેરે ઉપસ્‍થિત થેલેસેમિયા વિશે તેમજ રકતદાન સમાજના વધુમાં વધુ લોકો કરે તે અંગે જાગૃત બને અને આવી સેવાકીય પ્રવૃતિમાં સહભાગી બને તેવો સંદેશ કાર્યક્રમ થકી આપવામાં આવ્‍યો હતો. સેવા સંકલ્‍પ અભિયાન અંતર્ગત આજે પડધરી સરકારી દવાખાના ખાતે ધારાસભ્‍ય દુર્લભજીભાઇ દેથરીયા તેમજ સંગઠનના હોદેદારો અને સરપંચ ડો. વિજયભાઇ પરમાર દ્વારા સ્‍વચ્‍છતા કાર્યક્રમ યોજાયેલ. જેમાં હોસ્‍પીટલની આજુબાજુ સાફ સફાઇ કરવામાં આવેલ

(12:28 PM IST)