તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
સગીર તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારતી ભુજ કોર્ટ
કચ્છના દયાપર ગામે ૧૪ વર્ષના સગીર કિશોર સાથે વારંવાર કુકર્મનો મામલો, આરોપી મનસુખ ભગવાન બારૈયા અશ્લીલ વીડિયો-ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરતો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : કચ્છના લખપત તાલુકાના દયાપર ગામે ૧૪ વર્ષના સગીર કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી, તેના અશ્લીલ વીડિયો અને ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી વારંવાર કુકર્મ કરવાના ગંભીર ગુનામાં ભુજની સ્પેશિયલ પોક્સો અદાલતે આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫૦ હજારના દંડની સજા ફટકારી છે. દયાપર ગામના ગાયત્રીનગરમાં રહેતા આરોપી મનસુખ ભગવાનભાઈ બારૈયા (ઉં.વ.૩૨) સામે ૧૪ વર્ષના સગીર કિશોર સાથે કારમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો આરોપ હતો. આરોપીએ ત્યારબાદ પીડિત કિશોરના અશ્લીલ વીડિયો અને ફોટા ઉતારી લીધા હતા. આ વીડિયો અને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને આરોપીએ કિશોરને બ્લેકમેઈલ કર્યો હતો અને તેની મજબૂરીનો લાભ લઈ તેની સાથે વારંવાર કુકર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
આ ઘટના અંગે ૪ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલા પુરાવા અને સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ભુજની વિશેષ પોક્સો અદાલતના વિશેષ જજ એફ.એમ. ખત્રીએ આરોપી મનસુખ બારૈયાને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા સાથે રૂ. ૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ન ભરવામાં આવે તો આરોપીએ વધારાનો જેલવાસ ભોગવવાનો રહેશે. આ કેસમાં સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.
સગીર સાથેના જાતીય ગુનામાં અદાલત દ્વારા આપવામાં આવેલી આ કડક સજાને ગંભીર ગુનાઓ સામે કાયદાની કડકાઈનો સંદેશ માનવામાં આવી રહી છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
