તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
જૂનાગઢની શિશુ મંગલ સંસ્થામાંથી ૨ સગીરા પલાયન ગુરુવારે સવારે ૭ વાગ્યે નીકળી જતા પોલીસ તપાસ, શોધખોળ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩ :.. જૂનાગઢની શિશુ મંગલ સંસ્થામાંથી ૨ સગીરા પલાયન થઈ જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી શોધખોળ હાથ ધરી છે.
મીરાલીબેન હમીરભાઇ વાંક ઉ.વ. ૧૬ (રહે. પોરબંદર વાણંદ સોસાયટી) તથા ઇશિકાબેન નીલેશભાઇ લાખાણી ઉ.વ. ૧૬ (રહે. જુનાગઢ) નામની બે સગીરા જુનાગઢમાં ગાંધીગ્રામમાં આવેલ શીશુમંગલ સંસ્થામાંથી ગઈકાલે સવારે ૭ વાગ્યે નાસી ગઈ હતી. જેની જાણ થતાં સંસ્થામાં દોડધામ મચી ગઈ હતી.
શિશુ મંગલ સંસ્થામાંથી બે સગીરા નાસી ગઈ હોવાની જાણ સી ડિવિઝન પોલીસ સ્ટેશન પર કરવામાં આવતા પોલીસે દયાબેન ભરતભાઇ ગાલોલીયાનું નિવેદન લઇ આગળની કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પીએસઆઇ એચ. બી. ચૌહાણ ચલાવી રહ્યા છે
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
