<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

જૂનાગઢમાં વેપારી સહિત ૨ પર લોખંડના પાઇપ વડે હુમલો

૪ શખ્‍સ સામે ફરિયાદના પગલે કાર્યવાહી

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩૦: જૂનાગઢમાં વેપારી સહિત ૨ પર ૪ શખ્‍સે લોખંડના પાઇપ વડે હુમલો કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જૂનાગઢમાં ખામધ્રોળ રોડ પર આવેલ હેમાવન સોસાયટીમાં રહેતા વેપારી નીતીનભાઇ રમણીકભાઇ કટારીયા પોતાની ખામધ્રોળ રોડ ડો.સુભાષ યુની સામે આવેલ ગણેશ એન્‍ટરપ્રાઇઝ નામની દુકાને હાજર હતા.

 ત્‍યારે વિશાલ સીંધી, સંજયભાઇ રાઠોડ અને કાળુભાઇ તેમજ એક અજાણ્‍યો માણસએ પાઇપ લઇને દુકાને આવી વિશાલ સિંધીએ તુ મારા માણસ સંજય રાઠોડને બાકીમાં માલ આપવાની ના કેમ પાડે છે તેમ કહેતા વેપારીએ કહેલ કે મારે ઉધારમા ધંધો કરવો નથી તેમ કહેતાની શખ્‍સોએ કહેતા જ એકદમ ઉશ્‍કેરાઇ ગયા હતા.

બાદમાં વેપારી અને તેની સાથેની વ્‍યક્‍તિને ગાળો કાઢી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.  તે વખતે છોડાવવા વચ્‍ચે પડેલી વ્‍યક્‍તિન પણ આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. આ હુમલાથી ઇજા પામેલા વેપારી સહિતનાને સારવારમાં ખસેડાયા હતા બનાવ અંગે તાલુકા પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(11:08 AM IST)