<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ઉના-દીવ રોડ ઉપર સામસામી ૨ કાર અથડાઇઃ મહિલા સહિત ૬ ને ઇજાઃ ૨ ગંભીર

 

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૮: ઉના-દીવ રોડ ઉપર પુરપાટ આવતી ૨ કાર સામસામે અથડાતા અકસ્‍માતમાં મહિલા સહિત ૬ વ્‍યકિતઓને ઇજા થઇ હતી. અકસ્‍માતમાં અન્‍ય ૨ વ્‍યકિતને ગંભરી ઇજા થઇ છે.

 ઊના દીવ રોડ ઉપર નાલિયા માંડવી ગામ આગળ નગીના ના ઢોરા પાસે મધ્‍યપ્રદેશ ના ભોપાલ શહેર માં રહેતા અને એરપોર્ટ માં નોકરી કરતા લેખરામ શિવચરણ નામદેવ ઉંમર વ. ૪૫ પોતાના પરિવાર સાથે સોમનાથ દર્શન કરી દીવ ફરવા જતા હતા ત્‍યારે કાર નલિયા માંડવી આગળ નગીના ના ઢોરા પાસે પહોંચી હતી ત્‍યારે સામે થી બીજી એક સફેદ કલર ની મોટર કાર પુર ઝડપે રોંગ સાઇડ માં આવી લેખરામ ની કાર સાથે ભટકતા બન્ને કાર ના આગલી સાઇડ નો ભાગ નો બુકડો બોલી ગયો હતો.

આ કાર માં બેઠેલ લેખરામ શિવચરણ, તેમની પત્‍ની મધુમલિકા બેન નામદેવ, પુત્ર શિવમ નામદેવ, પુત્રી આસ્‍થા નામદેવ ઇજા ગ્રસ્‍ત થયા હતા. રોડ ચીસો થી ગુંજી ઉઠ્‍યો હતો. તેમને સારવાર માટે ઊના હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. જે માં બે ની સ્‍થિતિ ગંભીર હોય તેમ ડોક્‍ટરે જણાવેલ છે. જ્‍યારે સામે ની મોટર કાર માં મુસાફરી કરી રહેલ ગાંધીનગર ના એલિસ પટેલ, ગૌરવ મેવાડ ને ઈજાઓ પહોંચી હતી તેમને પણ સારવાર માટે ખસેડાયા હતા.

આ અકસ્‍માતનીઊના પોલીસે ને જાણ થતા પોલીસ હોસ્‍પિટલ ઉપર પહોંચી કાર્યવાહી કરી રહી હતી.

(1:21 PM IST)