તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 18th September 2026
ભેંસાણના ઉમરાળીમાં ૧.૨૨ કરોડના દારૂ સાથે ૨ ઝડપાયા
૧૦૧૫ દારૂની પેટી, બિયર, બોલેરો આઇફોન સહિત ૧.૫૩ કરોડનો મુદ્દામાલ જપ્ તઃ ૧૩ સામે ગુન્હોઃ સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧૮: ભેંસાણ તાલુકાના ઉમરાળી ગામે ધારી ગુંદાળી રોડ પર આવેલ એક મકાન અને વરંડામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે દરોડો પાડીને મોટા પાયે વિદેશી દારૂ તથા બીયરનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો હતો.
પોલિસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર જશપાલસિંહની ફરિયાદના આધારે ભેસાણ પોલિસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલિસ દરોડા દરમિયાન આરોપી પ્રકાશ ઘુશાભાઈ ખુમાણ અને જયવિર ઘુશાભાઈ ખુમાણના કબ્જાની ઓરડી અને વરંડામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની જુદી જુદી બ્રાન્ડની કુલ ૧૦૧૫ પેટીઓ મળી આવી હતી. જેની કિંમત ૧,૨૨,૨૦,૯૬૭ થાય છે. દારૂની હેરાફેરી અને કટીંગ માટે ઉપયોગમાં લેવાયેલા ૩ બોલેરો પિકઅપ ડાલા, ૩ મોંઘા આઇફોન મોબાઈલ સહિત કુલ રૂપિયા ૧,૫૩,૪૭,૪૬૭નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે પંજાબથી ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડી વાહનોમાં હેરાફેરી કરી વેચાણ કરવાનો કારસો રચાયો હતો. આ કેસમાં પ્રકાશ ખુમાણ અને જયવિર ખુમાણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રવિરાજ દાનભાઈ ખાચર, જયેન્દ્ર જીલુભાઈ બસીયા, શિવરાજસિંહ સેખાવત, રવિરાજ ઉર્ફે ધુધો તથા અન્ય મુખ્ય સૂત્રધારો સહિત ૧૪થી વધુ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
