News of Thursday, 5th November 2026
ગોંડલ પંથકની ૧૯ વર્ષની યુવતીનું અજાણ્યા બાઇક ચાલક દ્વારા અપહરણ
માતા બજારમાં સામાન લેવા ગઇ ત્યારે પુત્રીને બાઇક પાછળ જતી જોઇઃ શોધખોળ કરી પરંતુ પત્તો ન લાગતા ગોંડલ તાલુકા પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., પઃ ગોંડલ પંથકમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીનું ગઇ તા.૧ ના અજાણ્યો આરોપી બાઇક પાછળ અપહરણ કરી ગયાની યુવતીના પિતાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ગોંડલ પંથકમાં રહેતા અપહૃત તરૂણીના પિતાએ આ મામલે અજાણ્યા શખ્સ સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું કે, તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ગઇ તા.૧ના સવારે તેની સૌથી મોટી ૧૯ વર્ષની પુત્રી ઘરે એકલી હતી. પત્ની ઘર પાસે દુકાને સામાન લેવા ગઇ હતી.
આ સમયે તેની પત્નીએ તેની ૧૯ વર્ષની પુત્રીને કોઇ અજાણ્યા શખ્સના બાઇક પાછળ બેસીને જતા જોતા તેણે ફોનથી જાણ કરી હતી. જેથી તે ઘરે ગયા બાદ શોધખોળ કરી હતી. પરંતુ પુત્રીનો કયાંય પત્તો લાગ્યો ન હતો. જેથી આ મામલે ફરીયાદ નોંધાવી હતી.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
