News of Monday, 6th July 2026
જામનગરમાંથી કોકેન ૧૯ ગ્રામ તથા MDMA પાવડર ૧૨૩ ગ્રામ મળી કુલ ૧૪૨ ગ્રામના જથ્થા સાથે રાજસ્થાની શખ્સને પકડી પાડતી એસ.ઓ.જી: 21 લાખથી વધુનો મુદામાલ જપ્ત : જુઓ વિડીયો
ટાઉન હોલ પાસે આવેલ કોટક મહિન્દ્રા બેંક વાળી શેરીમા કેફી માદક પદાર્થ પાવડરના વેચાણ અર્થે આવતા જ દબોચી લેવાયો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (આઈ.પી.એસ.) રાજકોટ વિભાગ, રાજકોટ નાઓ દ્વારા જામનગર જિલ્લામા નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા માટે સૂચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીનાઓએ જામનગર જીલ્લામા યુવાધન નશાના કારોબારના કારણે બરબાદ થતુ હોય, શહેરમા પ્રવેશતા નશાકારક પદાર્થ તથા જામનગર જીલ્લામા ચાલતી અસામાજીક પ્રવૃતિ કરતા શખ્શો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા તથા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે "No Drugs In Jamnagar” અભિયાન શરૂ કરવા સૂચના કરેલ.
હાલમાં નશાકારક પદાર્થ પકડી પાડવા માટે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ઝુંબેશ હાથ ધરવામા આવેલ હોય, લોકો નશો કરવા માટે નવા નવા નુસખાઓ અપનાવતા હોય ગુનેગાર પણ નશો કરનારની માંગ મુજબ ઝેરી વસ્તુઓ પણ વેચવા માંગતા હોય જે અંગે એસ.ઓ.જી., ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.બી.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સપેકટર
એલ.એમ.ઝેર તથા પોલીસ સબ ઇન્સપેકટર એ.વી.ખેરના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા,
દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા તથા બળભદ્રસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ જાડેજા ને બાતમી મળેલ કે, નરશિરામ કુપારામ લુણા રબારી, રહેવાસી હાલ સજુબા સ્કુલ, પાસે, જામનગર, મૂળ રહેવાસી રાજસ્થાન વાળો ટાઉન હોલ પાસે આવેલ કોટક મહિન્દ્રા બેંક વાળી શેરીમા કેફી માદક પદાર્થ પાવડરના વેચાણ અર્થે આવનાર છે, જેથી સદરહુ જગ્યાએ વોચમા રહી વોચ દરમ્યાન હકિકત મુજબનો નરશિરામ કુપારામ લુણા રહેવાસી હાલ સજુબા સ્કુલ પાસે, હનુમાનજીના મંદિર વાળી ગલી, જામનગર મૂળ રહેવાસી અરણાઈ ગામ, તા.સાંચોર, જી.જાલોર, રાજસ્થાન વાળાઓ ગે.કા. માદક પદાર્થ કોકેન તથા એમ.ડી.એમ.એ. નશાકારક પાવડર કુલ ૧૪૨ ગ્રામ કુલ કિ.રૂ.૨૧,૮૦,૦૦૦/- તથા બે મોબાઈલ ફોન, વજન કાટો વિગેરે મળી કુલ કિંમત રૂપિયા કિ.રૂ.૨૧,૯૫,૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડેલ જતા મજકુર ઈસમો વિરૂધ્ધ સીટી "બી" ડીવી. પો.સ્ટે. બી-પાર્ટ ગુના રજીસ્ટર નંબર ૧૧૨૦૨૦૦૯૨૬૧૪૭૪/૨૦૨૬ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૧(બી), ૨૨(સી), ૨૯ મુજબ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ જામનગર સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (S.O.G.) ને મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામા સફળતા મળેલ છે, વધુમા આટલો મોટો જથ્થો કોના દ્વારા અને ક્યાથી મેળવેલ છે તે બાબતે તેમજ આ પ્રવૃતિમા કોન કોન સંડોવાયેલ છે તે દિશામા તપાસ હાથ ધરવામા આવેલ છે.
કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ:-
(૧) કોકેન ૧૯ ગ્રામ કિ.રૂ.૯,૫૦,૦૦૦/-
(૨) MDMA (મેફેડ્રોન, એમ્ફેટામાઈન, મેથાએમ્ફેટામાઈન.) પાવડર ની કુલ કિ.રૂ.૧૨,૩૦,૦૦૦/-
(૩) બે મોબાઈલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/-
(૪) વજન કાટો નંગ-૧ કિ.રૂ.૫૦૦/-
મળી કુલ કિ.રૂ.૨૧,૯૫,૫૦૦/- ની મત્તાનો મુદ્દામાલ
આ કાર્યવાહી એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર વી.બી.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એલ.એમ.ઝેર તથા પોલીસ સબ ઈન્સપેકટર એ.વી.ખેર તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
