News of Tuesday, 3rd November 2026
ધાંગધ્રા પાસેથી ૭૫.૪૧ લાખનો ૧૭૩૦૪ બોટલ વિદેશી દારૂ ઝડપાયો
રાજકોટ રેન્જ IGને મળેલી બાતમીના આધારે દારૂ ભરેલી આઇસર ઝડપાઈ, 90.48 લાખનો મુદ્દામાલ જપ્ત : ડ્રાઈવરની ધરપકડ; અન્ય આરોપીઓની શોધખોળ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૩ : ધાંગધ્રા - સુરેન્દ્રનગર જિલ્લામાં નેશનલ હાઈવે પર દારૂની હેરાફેરી બેફામ બની હોવાની ચર્ચા વચ્ચે રાજકોટ રેન્જના IG નીલદીપ રોયને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધાંગધ્રા અને ચુલી વચ્ચે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે.
રાજકોટ રેન્જની SMC ટીમે અમદાવાદ-કચ્છ હાઈવે પર ચુલી ગામની સીમમાં આશીર્વાદ હોટલ પાસે, ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન હદમાં ટાટા ટ્રક નંબર GJ 25 UU 6805 ને અટકાવી તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની *17,304 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 75,41,676 થવા જાય છે.
વિદેશી દારૂ: રૂ. 75,41,676,ટાટા ટ્રક: રૂ. 15,00,000
- મોબાઈલ ફોન: રૂ. 5,000, રોકડ: રૂ. 1,500,કુલ મળી રૂ. 90,48,176* નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે ટ્રક ડ્રાઈવર અબ્બાસ હુસેનભાઈ સંધી (રહે. ભાણવડ, દેવભૂમિ દ્વારકા)ની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં અન્ય આરોપીઓમાં ટ્રક માલિક રાજુભાઈ ખીમાભાઈ, જુસબ હાજીભાઈ, પાયલોટિંગ અલ્ટીકા કાર નંબર GJ 25 AA 9421 નો ડ્રાઈવર, માલ મંગાવનાર ભોળાભાઈ સામડા અને માલ ભરી આપનાર અજાણ્યા શખ્સનું નામ સામે આવ્યું છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી રોજબરોજ વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવા છતાં સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ છે, ત્યારે SMCની આ કાર્યવાહી બાદ પોલીસ તંત્રમાં મોટા ફેરફારોના એંધાણ વર્તાઈ રહ્યા હોવાની ચર્ચા છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
