તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
મોરબીના લીલાપરમાં ૧૭ વર્ષની ખુશી પહેલા માળેથી પટકાઈઃ હાલત ગંભીર
મુળ યુપીની વતનીઃ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી

રાજકોટ તા. ૨૯: મોરબીના લલીાપર ગામે રહેતી સત્તર વર્ષની મુળ યુપીની સગીરા પહેલા માળેથી પટકાતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે. તેણી બેભાન હોઇ કઇ રીતે પડી ગઇ તેની વિગતો બહાર આવી નથી.
જાણવા મળ્યા મુજબ લીલાપરમાં એનટી સ્ટુડીયો પાછળ ધર્મેશભાઇના મકાનમાં રહેતાં મુળ યુપીના નરેશભાઇ પટેલની દિકરી ખુશી (ઉ.વ.૧૭) રાતે સાંજે સાડા આઠેક વાગ્યે પહેલા માળે એકલી હતી ત્યારે નીચે પટકાતાં હાથ-માથા-શરીરે ગંભીર ઇજાઓ થતાં બેભાન થઇ ગઇ હતી. તેને મોરબી હોસ્પિટલમાં સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી.
તેણી બે ભાઇ અને બે બહેનમાં નાની છે. પિતા નરેશભાઇ ઘર પાસે જ શાકભાજીનો ધંધો કરે છે. તે અને પત્નિ સાનંજે ધંધાના સ્થળે હતાં ત્યારે દિકરી પડી ગઇ હતી. તેણી બેભાન હોઇ તેણે જાતે પડતું મુક્યું કે અકસ્માતે પડી ગઇ તેની વિગતો બહાર આવી નથી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
