<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

સુરજબારીમાં ૧૫ વર્ષની રેશ્‍માએ ગળાફાંસો ખાધોઃ ગંભીર હાલત

નાની બહેન જોઇ જતાં દેકારો મચાવ્‍યોઃ રાજકોટ ખસેડાઇ

 

રાજકોટ તા. ૩૦: ભચાઉના સુરજબારી ગામે રહેતી રેશ્‍મા ગુલમહમદભાઇ મુલ્લા (ઉ.વ.૧૫)એ ઘરે છાપરાની આડીમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે.

આપઘાતનો પ્રયાસ કરનાર રેશ્‍મા એક ભાઇ અને ચાર બહેનમાં બીજા નંબરે છે. તેના પિતા મીઠાના અગરીયામાં કામ કરે છે. તેણીના ભાઇએ કહ્યું હતું કે રેશ્‍માને પારકા પલા જેવું હોઇ તેનો મગજ ભમતો રહે છે. આ કારણે તેણીએ પગલુ ભરી લીધું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં સામખીયાળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:58 AM IST)