<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

હળવદના બુટવડા ગામેથી ઉતર પ્રદેશના સિક્રીગંજ ગામે મોકલાવેલ ૧૨ ટન દાડમનો લગાડ્‍યો ચૂનો

 ( દીપક જાની દ્વારા ) હળવદ, તા.૧૮: દાડમ ઉત્‍પાદનમાં ટોચનું સ્‍થાન ધરાવતા હળવદ પંથકમાં થી દરરોજ દેશભરમાં મોટા પ્રમાણમાં દાડમ મોકલવામાં આવી રહ્યા છે

પ્રાપ્‍ત વિગતો મુજબ કચ્‍છના ભુજ ખાતે એરપોર્ટ રોડ પર રહેતા અને ટ્રાન્‍સપોર્ટનો બિઝનેશ કરતા બલ્‍કારસિંગ ગુરૂમુખસિંગ ભટ્ટી ઉ.૫૦એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.૨૭ ઓગસ્‍ટના રોજ ફરિયાદીએ ટ્રાન્‍સપોર્ટર વિનોદકુમાર બાજપાઈના ટ્રક નંબર યુપી - ૭૮ - જેએન - ૫૯૫૫ નંબરના ટ્રકમાં ટ્રક ચાલક મુકેશભાઈને હળવદ તાલુકાના બુટવડા ગામેથી ૧૨ ટન દાડમ કિંમત રૂપિયા ૬ લાખનો જથ્‍થો ભરી આપી આ દાડમ ઉત્તરપ્રદેશના સિક્રિગંજ ગોરખપુર ખાતે રઈન ફ્રૂટ કંપનીમાં પહોંચાડવા માટે જણાવ્‍યું હતું.આમ છતાં ટ્રાન્‍સપોર્ટર અને ટ્રક ચાલકે છેતરપિંડી આચરી રૂ.૬ લાખના દાડમનો જથ્‍થો નિયત સ્‍થાને પહોંચાડવાને બદલે અન્‍યત્ર સગેવગે કરી નાખી વિશ્વાસઘાત, છેતરપિંડી કરી દાડમની ચોરી કરી જતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.હળવદ પોલીસે બનાવ અંગે ગુન્‍હો દાખલ કરી  તપાસ શરૂ કરી છે.

(11:10 AM IST)