News of Wednesday, 27th May 2026
અમરેલી સહિત ગીર વિસ્તારમાં વન વિભાગમાં કરાર આધારિત ફરજ બજાવતા 12 વેટરનરી તબીબોએ રાજીનામા આપ્યા
10 વર્ષથી વધુ અનુભવ ધરાવતા આ તબીબોએ નવી ભરતી પ્રક્રિયામાં તેમના અનુભવને પ્રાધાન્ય ન અપાતા રોષ વ્યક્ત કર્યો

અમરેલી સહિત ગીર વિસ્તારમાં વન વિભાગમાં કરાર આધારિત ફરજ બજાવતા 12 વેટરનરી તબીબોએ રાજીનામા આપતા ચિંતા વધી છે. 10 વર્ષથી વધુ અનુભવ ધરાવતા આ તબીબોએ નવી ભરતી પ્રક્રિયામાં તેમના અનુભવને પ્રાધાન્ય ન અપાતા રોષ વ્યક્ત કર્યો છે. ગીર નેશનલ પાર્કના પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર, સક્કરબાગ ઝૂ તેમજ શેત્રુંજી વિસ્તારના તબીબો પણ રાજીનામું આપનારાઓમાં સામેલ છે. કરારની શરતો મુજબ એક મહિનાનો નોટિસ પિરીયડ પૂર્ણ થયા બાદ તમામ તબીબો આગામી 15 જૂનથી સત્તાવાર રીતે ફરજ પરથી છૂટા થશે. આ રાજીનામાઓ બાદ સિંહોની સારવાર અને આરોગ્ય વ્યવસ્થા અંગે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે, ખાસ કરીને હાલમાં સિંહોમાં CDV અને બેબીસિયા જેવી ગંભીર બીમારીઓના સંકટ વચ્ચે વન વિભાગ માટે આ સ્થિતિ પડકારરૂપ બની છે
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
