<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા સભ્યપદ માટે 12 સભ્યોએ ઉમેદવારી નોંધાવી

જામનગર:જામનગર મહાનગરપાલિકા ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા સભ્યપદ માટે માધવીબેન રોશીયા, રિધ્ધીબેન ડાભી, હિરેનભાઈ તખ્તાણી, જયભાઈ કડીવાર, નરભેરામભાઈ ડાકા, દુષ્યંતભાઈ સોલંકી, નિતિનભાઈ સોલાણી, એડવોકેટ હેમલભાઇ ચોટાઇ, હરેશભાઇ નંદા, બકુલભાઈ ડાભી, ધારાબેન ભટ્ટ અને રાહુલભાઇ મકવાણા સહિત 12 સભ્યોએ પોતાની શિક્ષણ સમિતિના સભ્ય બનવા માટે જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ સમક્ષ ભાજપના કોર્પોરેટરો અને નેતાઓ સાથે પહોંચી વિધિવત રીતે ઉમેદવારી નોંધાવી છે.(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(3:54 PM IST)