તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 17th July 2026
કચ્છ જિલ્લામાં ૧૧૨ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને ફરજ સોંપાઈ : સ્થળ પસંદગી કેમ્પમાં તલાટીઓને નિમણૂક હુકમો અપાયા
નખત્રાણામાં ૨૩, રાપરમાં ૧૬, માંડવીમાં ૧૫, તેમજ ભુજ ગ્રામ્ય, મુંદરા અને ભચાઉમાં ૧૧-૧૧ તલાટીઓ સહિત વિવિધ તાલુકાઓમાં ફાળવણી

કચ્છ જિલ્લામાં ૧૧૨ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને ફરજ સોંપવામાં આવી છે. ભુજ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સ્થળ પસંદગી કેમ્પમાં તલાટીઓને નિમણૂક હુકમો આપવામાં આવ્યા હતા. જેમાં નખત્રાણામાં ૨૩, રાપરમાં ૧૬, માંડવીમાં ૧૫, તેમજ ભુજ ગ્રામ્ય, મુંદરા અને ભચાઉમાં ૧૧-૧૧ તલાટીઓ સહિત વિવિધ તાલુકાઓમાં ફાળવણી કરાઈ છે. આ નિમણૂકથી જિલ્લામાં મહેસૂલી કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે.
રાજ્ય સરકારની સીધી ભરતી પ્રક્રિયા હેઠળ કચ્છ જિલ્લાને ફાળવાયેલા તલાટીઓ માટે સંપૂર્ણ વહીવટી પારદર્શિતા સાથે આ પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો, જેમાં ઉમેદવારોએ પોતાની પસંદગી મુજબની કચેરીઓ મેળવી છે
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
