News of Wednesday, 27th May 2026
જામનગરના ખીમરાણાં ગામેથી ઇગ્લીંશ દારૂના 4704 ચપટા સાથે કાર સહીત 11 લાખથી વધુનો મુદામાલ ઝડપતી જામનગર પંચકોષી એ ડીવીઝન પોલીસ
ઇનોવા કારને ફલ્લા તરફ આવતી જોવાતા ઉભી રાખવા ઈશારો કરતા કારચાલકે ફૂલ સ્પીડમાં ભગાવી , કારનો પીછો કરતા ખીમરાણા સરકારી શાળા પાછળ દિવા સાથે અથડાતા કાર મૂકી ચાલક ફરાર થયો

જામનગર : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ નિર્લિપ્ત રાય IPS નાઓની સુચનાથી જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની IPS એ પ્રોહી/જુગારની પ્રવૃતી સંદતર નેસ્ત-નાબુદ કરવા સ્પષ્ટ સુચના કરવામા આવેલ હોય તથા નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદા જામ.ગ્રામ્ય વિભાગ જામનગર સીધા માર્ગદર્શક હેઠળ પંચકોષી એ ડિવી.પો.સ્ટે વિસ્તારમા દારૂ જુગાર શોધી કાઢવા સુચનાઓ આપવામા આવેલ હોય.
જે અન્વયે પંચકોષી એ ડિવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.એમ.એન.શેખએ પંચકોષી 'એ' ડિવી.પો.સ્ટે.ના સ્ટાફના માણસોને પ્રોહી/જુગારના વધુમા વધુ કેશો શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગ ના.રા પેટ્રોલિંગમાં હતા
દરમ્યાન પો.સબ ઇન્સ. એ.આર.પરમાર તથા એ.એસ.આઇ નિર્મળસિંહ બી. જાડેજા તથા પો.હેડ કોન્સ.ચેતનભાઈ આર.ઘાઘરેટીયા તથા પો.કોન્સ. હરદેવસિંહ એમ. ઝાલા તથા કમલેશભાઇ એ.ખીમાણીયા તથા સંદિપભાઇ સી.પરમાર નાઓને સંયુક્ત રીતે બાતમી રાહે હકિકત મળેલ કે એક શખ્શ ટોયટા કંપનીની ઇનોવા કાર રજી નંબર GJ 10 BG 3234 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇને ફલ્લા તરફથી આવી રહેલ છે અને ખીજડીયા બાયપાસ તરફ જવાની હોય જે અનુસંધાને પોલીસ સ્ટાફના માણસો વોચ તપાસમાં હોઇ જે દરમ્યાન ઉપરોક્ત નંબરની ઇનોવા કાર ફલ્લા તરફથી આવતી જોવામા આવતા તુંરતજ તેને ખાનગી આડશ ઉભી કરી રોકવા ઇશારો કરતા કારના ચાલકે કાર રોકેલ નહિ અને કાર ચાલકએ પોતાની કબ્જાની કારને ફુલ સ્પીડમા ચલાવી નાસી ગયેલ જેથી અમો તેનો પીછો કરતા આ કાર ચાલક પોતાની કાર ખીમરાણા ગામની સરકારી શાળાની પાછળના રસ્તે દિવાલ સાથે કાર અથડાઇ જતાં કાર મુકી નાશી જતા સદરહુ ઇનોવા કારની ઝડતી તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીંશ દારૂના ચપટા નંગ-૪૭૦૪ કિ.રૂ.૭,૦૫,૬૦૦/-તથા દારૂના જથ્થામાં ઉપયોગમાં લીધેલ ટોયોટા કંપની ની ઇનોવા કાર જેના રજી. નંબર GJ 10 BG 3234 જેની કિ.રૂ.૪,૦૦,000/-મળી કુલ કિ.રૂ. ૧૧,૦૫,૬૦૦/-ના મુદામાલ તથા આરોપી નાશી જઈ મજકુર આરોપી વિરૂધ્ધમાં પો.સબ.ઇન્સ એ.આર.પરમાર નાઓએ ફરીયાદ રિપોર્ટ આપતા પો.ઇન્સ.શ્રી એમ.એન.શેખ નાઓએ પ્રોહિબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
મુદામાલ
(૧) ભારતીય બનાવટના ઇંગ્લીંશ દારૂના ચપટા નંગ-૪૭૦૪ કિ.રૂ.૭,૦૫,૬૦૦/-
(૨) ઇનોવા કાર રજી.નંબર GJ 10 BG 3234 જેની.३.४,००,०००/-મળી કુલ કિ.રૂ.૧૧,૦૫,૬૦૦/-
આ કાર્યવાહી પંચકોષી 'એ' ડીવી. પો.સ્ટે. ના પો. ઇન્સ. એમ.એન.શેખ તથા પો.સબ.ઇન્સ. એ.આર પરમાર એ.એસ.આઇ. નિર્મળસિંહ બી. જાડેજા તથા પો.હેડ કોન્સ.ચેતનભાઇ આર. ઘાઘરેટીયા તથા પો.હેડ કોન્સ. રામદેવસિંહ જે.જાડેજા તથા પો.કોન્સ.હરદેવસિંહ.એમ.ઝાલા તથા પો.કોન્સ.કમલેશભાઇ.એ.ખીમાણીયા તથા ડ્રા.પો.કોન્સ.સંદીપભાઇ સી. પરમાર વિગેરે નાઓએ કરેલ છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
