<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

જસદણમાં વિંછીયા રોડ ઉપર સવારે ખાનગી બસ પલ્‍ટી ખાઇ જતા ૧૧ મુસાફરોને ઇજા

શકિતધામ ટ્રાવેલ્‍સની સુરતથી દેરડી કુંભાજી જતી બસને અકસ્‍માત નડયોઃ બસનો ડ્રાઇવર ફુલ સ્‍પીડમાં બસ ચલાવતો હતો

 

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૧૯: જસદણ શહેરના વિછીયા રોડ ઉપર આજે વહેલી સવારે શક્‍તિધામ ટ્રાવેલ્‍સની સુરતથી  દેરડી કુંભાજી રૂટની બસ પલટી ખાઈ જતા ૧૧ મુસાફરો અને ઈજા પહોંચી હતી.

જસદણ શહેરના વિછીયા રોડ ઉપર આજે વહેલી સવારે ખાનગી બસ પલટી ખાઈ  ગઈ હતી. આ  બસમાં ૨૨ મુસાફરો સવાર હતા. જેમાં ૧૧ લોકો ઈજાગ્રસ્‍ત થયા હતા.  તમામ ઇજાગ્રસ્‍તોને સારવાર માટે ૧૦૮  મારફતે જસદણ ની સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા અને સારવાર આપવામાં આવી હતી. બસના મુસાફરોના કહેવા મુજબ બસ ચાલક સ્‍પીડમાં બસ ચલાવતો હતો. ડ્રાઈવર બસ સ્‍પીડમાં ચલાવતો હતો અને બસના કાવા મારતો હતો.મુસાફરોએ ડ્રાઈવર ને ૩ થી ૪ વખત ટકોર પણ કરી હતી. બસમાં સવાર મુસાફરોના મતે ડ્રાઈવરની બેદરકારીને લીધે અકસ્‍માત થયો હતો. અકસ્‍માતની જાણ થતા જસદણ પીઆઈ ગોસાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચી ગયો હતો.  પોલીસે અક્‍સ્‍માત થવા પાછળની  તપાસ હાથ ધરી  છે. સમયસર ૧૦૮ આવી જતા ઈજાગ્રસ્‍ત લોકો તાત્‍કાલિક સારવાર મળી જતા મુસાફરોએ ૧૦૮ની કામગીરીને બિરદાવી હતી.

(10:59 AM IST)