<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

વેરાવળ ડારી ટોળ બુથ પર ભાજપના નેતા તપન દવે પર હુમલા મામલે 11 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ

યુ ટ્યુબ પર ફેમસ લાલો આહિર નામના આરોપી તેમજ અન્ય આરોપી પર ભૂતકાળમાં ગુના નોંધાયા છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી

ગીર સોમનાથના વેરાવળ ડારી ટોળ બુથ પર ભાજપના નેતા તપન દવે પર હુમલા મામલે 12 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. જેમાંથી 11 ની ધરપકડ કરાઈ છે.  એક આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે 11 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા. પાંચ દિવસના પોલીસે રિમાન્ડની માંગ કરી હતી. વેરાવળ કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. યુ ટ્યુબ પર ફેમસ લાલો આહિર નામના આરોપી તેમજ અન્ય આરોપી પર ભૂતકાળમાં ગુના નોંધાયા છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે .

(8:41 PM IST)