<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

ધોરાજી બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિરનો ૧૦મો પાટોત્‍સવ રવિવારે

દિવ્‍યતાથી ઉજવાશેઃ ૫૦૦થી વધુ વાનગીઓનો ભવ્‍ય અન્નકૂટ સાળંગપુરથી પૂજ્‍ય આત્‍મતળપ્ત સ્‍વામી આપશે સત્‍સંગ પ્રવચનનો લાભઃ સવારે ૮થી ૯.૩૦ મહાપૂજા, ૧૧ વાગ્‍યે અન્નકૂટ-મહાઆરતી, સાંજે ૫ વાગ્‍યે મુખ્‍ય સભા, ૭ વાગ્‍યે આરતી અને આતશબાજી

(કિશોર રાઠોડ-ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા)ધોરાજી તા.૨૭: ધોરાજી BAPS સ્‍વામિનારાયણ મંદિરનો ૧૦મો પાટોત્‍સવ ૨૯ને રવિવારે ખૂબ જ ભવ્‍યતા અને દિવ્‍યતાથી ઉજવવામાં આવશે, આ પાટોત્‍સવમાં સારંગપુરથી પૂજ્‍ય આત્‍મતળપ્ત સ્‍વામી કે જેઓ PHD છે, સંત તાલીમ કેન્‍દ્ર સારંગપુર અને સારંગપુરમાં ચાલતા સંસ્‍કળત મહાવિદ્યાલયના પ્રધાન આચાર્ય છે, તેઓ ખાસ સત્‍સંગ પ્રવચનનો લાભ આપવાના છે.

જૂનાગઢ BAPS સ્‍વામિનારાયણ મંદિરના સંત નિર્દેશક પૂજ્‍ય કલ્‍યાણમૂર્તિ સ્‍વામીએ માહિતી આપતા જણાવેલ કે ધોરાજી ગ્‍ખ્‍ભ્‍લ્‍ સ્‍વામિનારાયણ મંદિરનો ૧૦મો પાટોત્‍સવ ૨૯ને રવિવારે ખૂબ જ ભવ્‍યતા અને દિવ્‍યતાથી ઉજવવામાં આવશે, પાટોત્‍સવમાં સવારે ૮.૦૦થી ૯.૩૦ સુધી મહાપૂજા યોજાશે અને ૧૧.૦૦ વાગ્‍યે ૫૦૦થી વધારે વાનગીઓનો ધોરાજી સત્‍સંગ મંડળનો દિવ્‍યભાવથી ભવ્‍ય અન્નકૂટ ઠાકોરજીને ધરાવવામાં આવશે અને તેની મહાઆરતી સવારે ૧૧.૦૦ વાગ્‍યે અને સાંજે ૭.૦૦ થશે.

સવારે ૧૧.૦૦ વાગ્‍યાથી સાંજના ૭.૦૦ સુધી ધોરાજીની ધર્મપ્રેમી જનતા માટે આ ભવ્‍ય અન્નકૂટના દર્શન ખુલ્લા રહેશે અને સાંજે ૭.૦૦ વાગે ફરી વખત ભવ્‍ય આરતી અને આતશબાજી યોજાશે, સાંજે ૫.૦૦ વાગ્‍યે પાટોત્‍સવની મુખ્‍ય સભા યોજાશે જેમાં પૂજ્‍ય આત્‍મતળપ્ત સ્‍વામી ખાસ સભાનો લાભ આપશે. પૂજ્‍ય આત્‍મતળપ્ત સ્‍વામીને સાંભળવા એ એક લ્‍હાવો છે, તો તેઓની સભાનો પરિવાર સાથે લાભ લેવા માટે ધોરાજીની તમામ ધર્મપ્રેમી જનતાને ધોરાજી BAPS સ્‍વામિનારાયણ મંદિરનું ખાસ ખાસ આમંત્રણ છે.

આ પાટોત્‍સવને સફળ બનાવવા માટે સંત નિર્દેશક પૂજ્‍ય કલ્‍યાણમૂર્તિ સ્‍વામી અને પૂજ્‍ય અક્ષરમંગલ સ્‍વામીના દેખરેખ નીચે સમગ્ર સત્‍સંગ મંડળ ભાઈઓ-બહેનો, સંયુક્‍ત મંડળ, મહિલા મંડળ, યુવતી મંડળ, યુવક મંડળ, બાળ મંડળ, બાલિકા મંડળ તેમજ જમનાવડ, જાલણસર, મોટીમારડ, સુપેડી વગેરે મંડળના હરિભક્‍તો પણ જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:05 AM IST)