<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

જામનગર માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે ૧૦ હજાર ગુણી મગફળી અને ૨,૫૦૦ ગાંસડી કપાસની આવક

( મુકુંદ બદિયાણી દ્વારા)જામનગરઃ તા. ૧૬, દિવાળીના તહેવારો નિમિત્તે વેકેશન બાદ લાભ પાંચમના શુભ દિવસથી જામનગર માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું છે. યાર્ડમાં ખરીદ-વેચાણ વિભાગ   પુનઃ શરૂ થતાં ખેડૂતો, વેપારીઓ અને મજૂરોમાં ઉત્‍સાહનો માહોલ જોવા મળ્‍યો હતો.

લાભ પાંચમના શુભ મુહૂર્તે બોણીમાં પ્રથમ દિવસે યાર્ડમાં અંદાજે ૧૦,૦૦૦ ગુણી મગફળી તેમજ ૨,૫૦૦ ગાસડી કપાસની આવક નોંધાઈ હતી.

દિવાળીના વેકેશન બાદ  મગફળી અને કપાસ સહિતની જણસીઓની ખરીદી-વેચાણની કામગીરી ધમધોકાર શરૂ થઈ ગઈ છે. યાર્ડમાં ખેડૂતોની જણસીઓની આવક વધવાની સાથે આગામી દિવસોમાં પણ બજારમાં સારી ચહલપહલ જોવા મળશે તેવી આશા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

(12:21 PM IST)