તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 8th September 2026
માળીયા મિંયાણાના મોટા દહીંસરા ગામે નકલી દારૂ બનાવવાનું કારસ્તાન પકડાયુઃ પાંચ શખ્સોની ધરપકડ
મોરબી એલસીબીએ દરોડો પાડી બે મકાનમાંથી ૨૦.૭૫ લાખનો મુદામાલ કબ્જે કર્યોઃ મુખ્ય આરોપીની શોધખોળઃ કચ્છ જેલમાં રાજસ્થાની ઇસમ સાથે મળી પ્લાન બનાવ્યો'તો

તસ્વીરમાં પકડાયેલ શખ્સો (નીચે બેઠેલ) સાથે ડીવાયએસપી સમીર સારડા તથા મોરબી એલસીબીનો સ્ટાફ નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ, મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૮: ભાવનગર લઠ્ઠાકાંઠની શાહી સુકાઈ નથી ત્યારે મોરબી એલસીબી ટીમની સતર્કતાએ મોટી અનહોની બનતા રોકી લીધી હતી મોટા દહીંસરા ગામમાં કેમિકલથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની ફેક્ટરી મકાનમાં ધમધમતી હતી જ્યાં રેડ કરી ડુપ્લીકેટ દારૂ, પેકિંગનો સામાન સહીત રૂ.૨૦.૭૫ લાખનો મુદામાલ ઝડપી લઈને પાંચ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે તો મુખ્ય એક આરોપી ફરાર હોય જેને ઝડપી લેવા તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ માં હોય દરમિયાન માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામમાં કળષ્ણનગર વિસ્તારમાં રહેતા મહેશ ઉર્ફે મુન્નો ધરમશી કાંજીયા અને દરબારગઢ વિસ્તારમાં રહેતા અજયસિંહ ભાવુભા જાડેજા બંને ભેગા મળીને પોતાના મકાનમાં જુદા જુદા કેમિકલમાંથી ગેરકાયદે ભારતીય બનાવટનો ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી તે દારૂ બોટલોમાં પેકિંગ કરી બોટલો ઉપર ડુપ્લીકેટ કયું આર કોડ, બારકોડ અને સ્ટીકર તેમજ ઢાંકણા લગાડવાની ગેરકાયદે પ્રવળત્તિ ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી. સ્થળ પરથી એલસીબી ટીમે આરોપીઓ મહેશ ઉર્ફે મુનો ધરમશી કાંજીયા, કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા રહે બંને મોટા દહીંસરા તા. માળિયા, રામદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા રહે મોરબી ઋષભનગર, વિક્કી ઉર્ફે કાનો રમેશભાઈ સિંધવ રહે સોખડા હાલ મોરબી અને વિક્રમ કેશુભાઈ ધંધુકીયા રહે મોટા દહીંસરા વિવેકાનંદનગર તા. માળિયા એમ પાંચ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે તો બે પૈકી મુખ્ય આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા રહે મોટા દહીંસરા તા. માળિયા વાળો હાજર મળી આવ્યો નથી
એલસીબી ટીમે બંને આરોપીના મકાનમાંથી બ્લેન્ડર પ્રાઈડ વ્હીસ્કીની શીલ કરી તૈયાર કરેલ બોટલો નંગ ૨૭૬ કીમત રૂ ૬૩૬૦, ભારતીય બનાવટના ડુપ્લીકેટ વિદેશી દારૂ લુઝ પ્રવાહી આશરે ૧૭૫ લીટર કીમત રૂ ૨,૫૯,૦૦૦ અને ૨૦૦ લીટર ક્ષમતાવાળા બે બેરલોમાં ઈંગ્લીશ દારૂ બનાવવાનું કેમિકલ લીટર ૪૦૦ કીમત રૂ ૨ લાખ, માલ્ટ નામનું કેમિકલ આશરે ૧૫ લીટર કીમત રૂ ૩૦૦૦ અને ફૂડ કલર બે ડબા બે કિલોગ્રામ કીમત રૂ ૨૦૦૦ અને ૨૦ લીટરના પ્લાસ્ટિક ખાલી કેરબા નંગ ૮ અને ૨૦૦ લીટર ખાલી બેરલ નંગ ૦૧ કીમત રૂ ૧૦૦૦ તેમજ ઇલેક્ટ્રિક મોટર વાયર અને પ્લાસ્ટિકની પાઈપ સાથે કીમત રૂ ૩૦૦૦ અને રોકડ રૂ ૬,૫૦,૦૦૦ જપ્ત કરી છે. તે ઉપરાંત આલ્કોહોલ માપવાનું મીટર નંગ ૧ કીમત રૂ ૧૦૦૦, કાર જીજે ૩૬ બીબી ૦૧૪૯ કીમત રૂ ૬ લાખ, દારૂ ભરવા માટે કાચની ૭૫૦ મિલી ખાલી બોટલ નંગ ૧૨૨૪ કીમત રૂ ૧૨,૨૪૦, બોટલ પર લગાડવાના બ્લેન્ડર ઙ્કાઈડ સિલેક્ટ ઙ્કીમીયમ વ્હીસ્કી બારકોડ, કયુંઆર કોડ અને સ્ટીકર નંગ ૧૨૨૪ કીમત રૂ ૧૨૨૪ , ૭ મોબાઈલ કીમત રૂ ૩૦,૫૦૦ અને સેલોટેપ નંગ ૩ મળીને કુલ રૂ ૨૦,૭૫,૪૪૪ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે
આ મામલે મોરબી જીલ્લા પોલીસવડા મુકેશકુમાર પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે નકલી દારૂ બનાવવાની કાર્યવાહી ચાલુ હતી ત્યારે જ રેડ કરી પાંચ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે એક મુખ્ય આરોપી ફરાર છે જેને ઝડપી લેવા તપાસ ચલાવી છે દારૂનો માલ બજારમાં આવ્યો હોય તેવી શકયતા નકારી હતી અને કેમિકલ રાજસ્થાનથી આવતું હોવાનું ધ્યાને આવ્યું છે તે દિશામાં વધુ તપાસ ચલાવી છે અજયસિંહ અને મહેશ કાંજીયા કેમિકલ લાવી રાખ્યું હતું.
ફરાર આરોપી અજયસિંહ રાજસ્થાની ઇસમ સાથે કચ્છ જેલમાં હતો ત્યારે નકલી દારૂ બનાવવાનો પ્લાન બનાવ્યો હતો અને રાજસ્થાની આરોપીનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
