<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

સરધારના અણીયારામાં ૭૧ વર્ષના ચનાભાઇને ૪ શેઢા પાડોશીએ ગાળો ભાંડી ધમકી દીધી

પાણીના નિકાલના રસ્‍તા બાબતે સમજાવવા જતાં ડખ્‍ખો મામલતદાર કોર્ટના આદેશ છતાં જેસીબી અને ટ્રેક્‍ટર વડે રસ્‍તામાં માટી ઠાલવી નુકસાન કર્યાનો આક્ષેપઃ આજીડેમ પોલીસમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૨૫:  તાલુકાના સરધાર નજીક અણિયારા ગામે રહેતા એક ૭૧ વર્ષના વળદ્ધ ખેડૂતની માલિકીની જમીનમાંથી પસાર થતા પાણીના નિકાલના રસ્‍તા પર માટી નાંખવા મામલે બોલાચાલી થતાં પાડોશીએ ગાળો દઇ ખૂનની ધમકી આપતાં પોલીસને જાણ કરાઇ છે.

 આ બનાવમાં આજીડેમ પોલીસે અણીયારા ગામે  સ્‍વામિનારાયણ મંદિર પાછળ રહેતા ચનાભાઈ આંબાભાઈ પડારિયા (ઉ.વ. ૭૧)ની ફરિયાદ પરથી તેના જ ગામના બાલાભાઇ, ગણેશભાઇ, છગનભાઇ, મુકેશભાઇ અને રાજેશભાઇ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ફરિયાદની વિગત મુજબ ચનાભા ગામની સીમમાં રેવન્‍યુ સર્વે નં. ૧૩૯/૧ પૈકી ૩ વાળી ખેતીની જમીન ધરાવે છે. આ જમીનમાંથી ચોમાસાના પાણીના નિકાલ માટે તેઓ વર્ષોથી પરંપરાગત રસ્‍તાનો ઉપયોગ કરે છે. પણ શેઢા પાડોશીઓએ આ રસ્‍તો સરકારી ખરાબો હોવાનું કહી મામલતદાર કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો, જેમાં મામલતદાર કોર્ટે સામાવાળાઓને આ રસ્‍તો ખુલ્લો રાખવા હુકમ કર્યો હતો.

દરમિયાન ગત તા. ૦૩/૦૪/૨૦૨૬ના રોજ શેઢા પાડોશીઓએ મામલતદારના આદેશ છતાં જેસીબી અને ટ્રેક્‍ટર મારફતે રસ્‍તામાં માટીનું પુરણ શરૂ કર્યું હતું. આ અંગે જાણ થતાં ચનાભાઈ તેમજ તેમના ભત્રીજા કિશોરભાઈ અને અશ્વિનભાઈ ત્‍યાં પહોંચ્‍યા હતા. તેમણે ે વિનંતી કરી હતી કે-વધુ માટી ભરશો તો અમારા ખેતરમાંથી પાણીનો નિકાલ બંધ થઈ જશે અને નુકસાન થશે. આ સાંભળી આ બધા લોકો ઉશ્‍કેરાઇ ગયા હતાં ગાળો ભાંડી અહિથી ભાગી જાવ નહિતર ટાંટીયા ભાંગી નાંખશું કહીને ધમકી આપી રસ્‍તામાં માટી નાંખવાનું ચાલુ રાખ્‍યું હતું.

આ બનાવના આશરે પંદર દિવસ બાદ  ચનાભાઈ અણિયારાથી ત્રાંબા તરફ મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા, ત્‍યારે રસ્‍તામાં છગનભાઈ બાલાભાઈ ડોડે તેમને આંતર્યા હતા અને રસ્‍તો ભરાઈ ગયા પછી ડોસા શું મામલતદારમાં અરજી કરો છો? કહી ધમકાવ્‍યા હતાં અને મા-બહેન સમી ગાળો દીધી હતી. આ પછી ચનાભાઇએ ઘરે પહોંચી ભત્રીજાને જાણ કરતાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કરી આજીડેમ પોલીસને જાણ કરતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્‍સ. આર. ડી. ડાંગરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:26 AM IST)