તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
પ્રેમલગ્ન કરનાર યુવાન ઉપર હુમલો કરી યુવતીને પિતરાઇ ભાઇ સહિત ૧૦ શખ્સો અપહરણ કરી લઇ ગયા
જસદણના શિવરાજપુર ગામનો બનાવઃ હુમલો-અપહરણ કરનાર બાબરાના કરીયાણા ગામના મહેશ સાનીયા તથા ૮ થી ૧૦ શખ્સો સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. ૧પ :.. જસદણના શિવરાજપૂર ગામે પ્રેમલગ્ન કરનાર યુવક ઉપર યુવતીના પિતરાઇ ભાઇ સહિત ૧૦ શખ્સોએ હુમલો કરી ઘરમાં તોડફોડ કરી યુવતીનું અપહરણ કરી લઇ જતા પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ વનરાજભાઇ કાળુભાઇ ગમારા (ઉ.ર૪) ધંધો ડ્રાઇવીંગ રહે. શીવરાજપુર ગામ તા. જસદણ એ આરોપી મહેશ સાનીયા રહે. કરીયાણા તા. બાબરા જી. અમરેલી તથા આઠ થી દસ અજાણ્યા માણસો સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીએ આજથી ત્રણેક મહિના પહેલા કરીયાણા ગામના રેવાભાઇ સાનીયાની દિકરી વૈશાલી સાથે ઘરેથી ભાગી જઇ પ્રેમલગ્ન કરેલ હોય જે ફરીયાદીની પત્નિના પરીવારના સભ્યોને ન ગમતાએ બાબતનો ખાર રાખી રાત્રીના એક વાગ્યાના સુમારે ફરીયાદીની પત્નિ વૈશાલીના કાકાનો દિકરો મહેશ સાનીયા રહે કરીયાણા તા. બાબરા જી. અમરેલીવાળો તેની સાથે આશરે આંઠ થી દસ અજાણ્યા માણસો જેમના હાથમાં ધોકા તથા લાકડી તથા કુહાડી જેવા હથીયારો ધારણ કરી ફરીયાદીને ઘરે આવી તેના ઘરમાં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા તોડી, તેના રૂમના દરવાજાને તોડી રૂમમાં અંદર પ્રવેશ કરી ફરીયાદીને વાસામાં લાકડાના ધોકાના ઘા મારી મુંઢ ઇજા કરી ફરીયાદી અને તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની પત્નિ વૈશાલીને જબરદસ્તીથી પોતાની સાથે અપહરણ કરી લઇ ગયા હતા.
આ ફરીયાદ અન્વયે જસદણ પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ પી.આઇ. એમ. ડી. વાઘેલા ચલાવી રહ્યા છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
