<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

જામનગરમાં જુગાર રમતા ૩ મહિલા સહિત ૧૦ ઝડપાયાઃ ૧.૨૭ લાખનો મુદ્દામાલ જપ્‍ત

જામનગર એલસીબી ટીમનો દરોડોઃ રોકડ, મોબાઈલ, મોટરસાયકલ સાથે ધરપકડ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮: નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, નિર્લિપ્ત રાય અને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિ મોહન સૈનીની સૂચનાથી દરોડો પડાયો હતો.

જામનગર શહેરમા ગોકુલનગર શેરી નંબર-૩-૪ રમેશ હાર્ડવેર વાળી શેરી ખાતે જાહેરમા જુગાર રમાડતા નીચે લખ્‍યા નામ વાળાસ્ત્રી પરૂષોને રોકડા રૂપીયા ૪૭,૨૦૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા એક મો.સા.કિ. રૂ.૬૦,૦૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૨૦,૫૦૦/-મળી કુલ કિ.રૂ.૧, ૨૭,૭૦૦/-ના મુદામાલ જપ્‍ત કરેલ છે.

ઈમ્‍તિયાઝ સબીરભાઈ પઠાણ જાતે ખાન મુસ્‍લીમ ધંધો ડ્રાઇવિંગ રહે.બેડેશ્વર જામનગર, હરેશ નાનજીભાઈ ધંધુકિયા જાતે પ્રજાપતિ ધંધો મજૂરી રહે.ગોકુલનગર જામનગર, રાજુ ઘેલાભાઈ ઝિંઝુવાડીયા જાતે કોળી ધંધો મજૂરી રહે.ગોકુલનગર જામનગર, રવિ અશોકભાઈ રાઠોડ જાતે કોળી ધંધો મજૂરી રહે.ધરારનગર -૧ જામનગર,  હસુ નાનજીભાઈ ધંધુકિયા જાતે પ્રજાપતિ ધંધો મજૂરી રહે.ગોકુલનગર જામનગર, વિશા હંસરાજભાઈ લુદરીયા જાતે કોળી ધંધો નિવળત્ત રહે. ગોકુલનગર જામનગર, રવિનામાસી ગુરુ જ્‍યોત્‍સનાબેન પાટડીયા ધંધો-મજૂરી રહે.ગોકુલનગર જામનગર, જયાબેન વિશાભાઈ હંસરાજભાઈ લુદરીયા જાતે કોળી ધંધો નિવળત્ત રહે.ગોકુલનગર જામનગર, ભારતીબેન સોહીલભાઈ પાટડીયા જાતે કોળી ધંધો મજૂરી રહે.ગોકુલનગર જામનગર, પ્રિયાબેન ભીમાભાઈ મથર જાતે રાજગોર બ્રાહ્મણ ધંધો ઘરકામ રહે. ગોકુલનગર જામનગરની સામે કાર્યવાહી કરી છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલસિંહ સોઢા, નાનજીભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધનશ્‍યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ધમેન્‍દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

(1:40 PM IST)