તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
કચ્છના દરિયાકાંઠે ઈબ્રાહીમ બેટ પરથી ચરસનાં ૧૦ પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યાં
લખપતના દરિયાઈ વિસ્તારમાં BSFની પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ જથ્થો હાથ લાગ્યો, FSL તપાસ શરૂ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨ : કચ્છના સંવેદનશીલ સરહદી લખપત તાલુકાના દરિયાઈ ક્રીક વિસ્તારમાંથી ફરી એકવાર માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. દરિયાઈ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહેલા BSFના જવાનોને ઈબ્રાહીમ બેટ નજીક શંકાસ્પદ પેકેટ નજરે પડતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બિનવારસુ હાલતમાં પડેલાં ચરસનાં ૧૦ પેકેટ મળી આવ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં આ પેકેટ લાંબા સમય પહેલાં દરિયામાં ફેંકાયા બાદ તણાઈને કાંઠે લાગ્યાં હોવાનું અનુમાન છે. BSFના જવાનોએ તમામ પેકેટ કબજે લઈ આગળની તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે. જપ્ત કરાયેલા જથ્થાની ખરાઈ માટે FSLની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે.
(9:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
