તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
ભાદર-ર ડેમનો ૧ દરવાજો ખોલાયોઃ ધોરાજી- ઉપલેટા- પોરબંદરના ૩૮ ગામોને ચેતવણી

રાજકોટ તા.૧ : વરસાદના લીધે પાણીની આવક વધતા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલા ભાદર-૨ ડેમનો એક દરવાજો ૦.૧૫ મીટર ખોલવામાં આવ્યો છે. આ સાથે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તથા નીચેના અસરગ્રસ્ત ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના જારી કરવામાં આવી છે.
જેમાં ધોરાજીના ૧. ભોળા, ૨. ભલ ગામડા, ૩. છાડવાવદર, ૪. સુપેડી, ઉપલેટા તાલુકાના ૫. ડુમીયાણી તથા આસપાસના વિસ્તારો, ૬. ચિખલિયા, ૭. સમઢિયાળા, ૮. ગણોદ, ૯. ભીમોરા, ૧૦. ગઢા, ૧૧. ગાંદોદ, ૧૨. હાડફોડી, ૧૩. ઈસરા, ૧૪. કુંઢેચ, ૧૫.લાઠ, ૧૬. મેલી (મજેઠી), ૧૭. નિલાખા, ૧૮.તલગાણા, ૧૯. ઉપલેટા, જ્યારે પોરબંદર કુતિયાણાના ૧. ભોગસર, ૨. બિલડી, ૩. ચૌટા, ૪. છત્રાવા, ૫.કટવાણા, ૬.કુતિયાણા, ૭.માંડવા, ૮.પસવારી, ૯. રોઘડા, ૧૦. સેગ્રાસ, ૧૧. થાપડા માણાવદર, ૧૨.ચીલોદરા, ૧૩. રોઘડા, ૧૪. વડાસડા, ૧૫. વેકરી પોરબંદર, ૧૬. ચીકાસા, ૧૭. ગારેજ, ૧૮. મિતરાળા, ૧૯. નવી બંદર ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.
ડેમની પૂર્ણ જળસપાટી ૫૩.૧ મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર ૫૨.૫ મીટર છે. ડેમમાં નીરની આવક તથા જાવક ૬૭૩ કયુસેક છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં ઉમેરાયુ છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
