<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

તમારા છોકરાએ કારમાં સાઇકલ ભટકાતાં ૫૦ હજારનું નુકસાન થયું...મહિલાને પાડોશીએ લાફા મારી વાળ ખેંચી લાત ફટકારી

વાવડીમાં મનસુખભાઇ છાપીયા ટાઉનશીપમાં બનાવઃ તાલુકા પોલીસે ગુનો નોંધ્‍યો : પ્રજાવતિબેને કારમાં જોતાં સામાન્‍ય લિસોટો હોઇ દેકારો નહિ કરવા સમજાવતાં મિલન, તેના પત્‍નિ, બે મિત્રો સહિતે વધુ ડખ્‍ખો કરી અહિ રહેવા નથી દેવા કહી ધમકી પણ દીધાનો ફરિયાદમાં આરોપ

રાજકોટ તા. ૩: શહેરના વાવડી વિસ્‍તારમાં આવેલી મનસુખભાઈ છાપીયા ટાઉનશીપમાં બાળકો વચ્‍ચે સાયકલ અથડાવા જેવી નજીવી બાબતે મોટેરાઓ વચ્‍ચે મોટો ઝઘડો થઇ ગયો હતો. પાર્ક કરાયેલી કાર સાથે સાયકલ અથડાઈ જતાં ઉશ્‍કેરાયેલા પાડોશી અને તેના મિત્રોએ એક ગળહિણી પર હુમલો કરી, ગાળો ભાંડી માર મારી ધમકી દીધી હતી.

આ બનાવમાં તાલુકા પોલીસે  વાવડી ખાતે મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ વિંગ નં. એલ-૧ બ્‍લોક નં. ૧૦૨માં રહેતા પ્રજાવતીબેન રાજેશભાઈ ઈગોલે-મરાઠા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી મિલન, તેના પત્‍નિ હીનાબેન, રમાબેન અને બે અજાણયા સામે ગુનો નોંધ્‍યો છે. ફરિયાદમાં પ્રજાવતિબેને જણાવ્‍યું છે કે ૨૭/૯ના બપોરે તેમનો ૧૨ વર્ષનો દીકરો કાવ્‍ય વિંગની નીચે સાયકલ ચલાવીને ઘરે પરત આવ્‍યો હતો. ત્‍યારબાદ બપોરે પોણા બે વાગ્‍યાની આસપાસ સામેની વિંગમાં રહેતો મિલન અને તેના બે મિત્રો સહિતના પ્રજાવતીબેનના ઘરે આવ્‍યા હતા. મિલને કહ્યું હતું કે કાવ્‍યની સાયકલ તેની પાર્ક કરાયેલી કાર સાથે અથડાઇ ગઇ છે અને નુકસાન થયું છે, હવે તમાં ૫૦ હજારનો ખર્ચો આવશે.

પ્રજાવતીબેન અને તેમનો પુત્ર નુકસાન જોવા નીચે ગયા ત્‍યારે કારના પાછળના બમ્‍પર પર માત્ર એક સામાન્‍ય લીસોટો જોવા મળ્‍યો હતો. પ્રજાવતીબેને મિલનને રાડારાડી ન કરવા જણાવતા મિલન ઉશ્‍કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્‍યો હતો. આ પછી તેણે પ્રજાવતિબેનનેબે ફડામાર મારી દીધા હતાં અને  તેના બે મિત્રોએ પાછળથી પ્રજાવતીબેનના વાળ ખેંચ્‍યા હતાં અને મિલન પાછળના ભાગે લાત મારી હતી અનેકારનો ખર્ચ નહીં આપો તો જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપી હતી.

આ પછી પ્રજાવતીબેન પોતાના પુત્રને લઈને ઘરે પહોંચ્‍યા ત્‍યારે મિલનના મમ્‍મી રમાબેન બ્‍લોક નીચે આવીને ગાળો આપવા લાગ્‍યા હતા. તેણી નીચે જતાં મિલન, તેની પત્‍નિ હીનાએ ફરીથી ઝઘડો કરી સામો આરોપ મુકી તે કેમ મિલનને માર્યુ? તેમ કહી ગાળો દીધી હતી. આથી લોકો ભેગા થઇ જતાં બધાને છુટા પાડયા હતાં. પ્રજાવતીબેને કારખાનામાં કામ કરતા પોતાના પતિ રાજેશભાઈને ફોન કરતા તેઓ ઘરે આવ્‍યા હતા. ત્‍યારબાદ પણ મિલન સહિતે વે અહીં રહેવા નહીં દઉંૅ તેવી ધમકીઓ આપી હતી. અગાઉ તેણીએ લેખીત અરજી આપ્‍યા બાદ હવે ફરિયાદ કરી છે.

(1:18 PM IST)