તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
‘તમે ખોટી રીતે પકડયા છે, તમે અમને ઓળખતા નથી, તમને ધંધે લગાડી દેશુ'
જેતપુર પાસે દારૂ પી કાર લઇને નિકળેલી ત્રિપુટીની ધમાલ પોલીસે કાર્યવાહી કરતા અડચણ બની ખોટા આક્ષેપો કરી ધમાલ કરનાર કોડીનાર પંથકના ત્રણ શખ્સો સામે ત્રણ અલગ-અલગ ગુના નોંધાયા

રાજકોટ, તા.૧૫: જેતપુરના નવી સાંકળી ગામ પાસે પોલીસે દારૂપીધેલી હાલતમાં કાર લઇને નિકળેલા ત્રણ શખ્સોને રોકી કાર્યવાહી કરતા ત્રણેય ‘તમે અમને ખોટી રીતે પકડેલ છે તમે અમને ઓળખતા નથી તમને ધંધે લગાડી દેશુ' કહી ત્રણેય સામે ત્રણ અલગ-અલગ ગુનાદાખલ કરી કાર્યવાહી કરી હતી.
આ મામલે કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ વાઘેલાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ કે તે તથા કોન્સ્ટેબલ જુવેરભાઇ સારલા સહિતનો સ્ટાફ ચોકીઘાટ ચેકપોસ્ટ પાસે વાહન ચેકીંગની કામગીરી કરી રહયા હતા ત્યારે વહેલી સવારે જેતપુર તરફથી એક શંકાસ્પદ કાર નિકળતા તેને ઉભા રહેવાનો ઇશારો કરતા ચાલકે થોડેદુર ઉભીરાખી જયા જઇ ચેક કરતા કારમાં બેસેલા ત્રણેય શખ્સો દારૂ પીધીેલી હાલતમાં જોવામળતા કાર્યવાહી શરૂ કરી હતી. જેથી ત્રણેય શખ્સોએ ઉગ્ર થઇ પોલીસ પર આક્ષેપો કરી તમે અમને ખોટી રીતે પકડેલ છે તમે અમને ઓળખતા નથી તમને ધંધે લગાડી દેશું, તમેઅમને પકડી ના શકો, તમને જોઇ લેશુ કહી બોલાચાલી કરી આક્ષેપો કર્યા હતા.
આ સમયે કાર ચાલક તેના ગળામાં પહેરેલ ચેઇન પોતાના હાથે તોડી નાખી ‘‘મારો ચેઇન તમે પોલીસે તોડી નાખેલ છે કરી કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા પ્રયાસ કરી રાડારાડી કરી તમારા વિરૂધ્ધ ખોટા આક્ષેપો કરશુ તેમ કહી ધમાલ મચાવી હતી જેથી પોલીસે તેને સમજાવી પૂછતાછ કરતા કારચાલકે પોતાનું નામ હસમુખ ચીનાાભાઇ સોસા (ઉ.વ.૩૧ રહે સોસા શેરી, કાજરોડ નાનાવડાગામ, તા. કોડીનાર અને તેની સાથે શખ્સોએ પોતાનું નામ સંજય ગીરીશભાઇ સોસા.(ઉ.વ.૨૪ રહે. નાનવડા) અને પ્રતાપ જેઠાભાઇ રાઠોડ (ઉ.વ.૩૩ રહે માલશ્રમ , તા. કોડીનાર હોવાનું જણાવ્યુ હતું. પોલીસે ત્રણેય સામે અલગ-અલગ ત્રણ ગુના દાખલ કરી કાર કબ્જે કરી હતી. જેતપુર તાલુકા એએસઆઇ બી.એચ.માલીવાડે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.
(3:39 PM IST)










