<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

તને મોટો થવાનો બહુ શોખ છે, આજે તારો શોખ પુરો કરી દઇએ...વિપુલભાઇ પર ભાઇ, ભત્રીજાના છરી-કુહાડીના ઘા

તમે માતાજીના મઢે ગ્‍યા ત્‍યારે હું મોટો હોવા છતાં મને કેમ ન લઇ ગયા? પુછતાં બખેડો : નાના ભાઇ વજુ, ભત્રીજો ભગો તેમજ રેખાબેન, જયાબેને માર મારી લોહીલુહાણ કરી માથે જતાં ધમકી દીધી-હવે પછી મોટા થવાની વાત કરીશ તો જાનથી મારી નાંખશું: યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૪: રૈયાધાર મચ્‍છુનગરમાં રહેતાં યુવાને બાજુમાં જ રહેતાં પોતાના નાના ભાઇને તમે માતાજીના મઢે ગયા, હું મોટો છું છતાં મને કેમ જાણ ન કરી? એવું પુછતાં ઉશ્‍કેરાઇ ગયેલા ભાઇ, ભત્રીજા, ભાઇની પત્‍નિ સહિતે છરી, કુહાડી સાથે ધસી આવી તને મોટો થવાનો બહુ શોખ છે, આજે શોખ પુરો કરી દઇએ કહી હુમલો કરી લોહીલુહાણ કરી નાંખતાં અને માથે જતાં ધમકી દેતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મચ્‍છુનગર ક્‍વાર્ટરમાં કચરાપેટીની બાજુમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં વિપુલભાઇ બાવસંગભાઇ કારડીયા-દેવીપૂજક (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી બાજુમાં જ રહેતાં તેના સગા ભાઇ વજુ ભાવસંગ કારડીયા, ભગલ ઇશાભાઇ, રેખાબેન, જયાબેન વિરૂધ્‍ધ ગુનો નોંધયો છે. વિપુલભાઇ પરિવાર સાથે રહે છે.

તેણે ફરિયાજદમા઼ જણાવ્‍યું છે કે ૨૦મીના રાત્રિના આઠેક વાગ્‍યે પોતે પોતાના નાના ભાઈ વજુભાઈ બાવસંગભાઈ કારડિયાના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન નાના ભાઈને ઘરની બહાર ઉભેલો જોઈ વિપુલભાઈએ પૂછયું હતું કે, તમે બધા આપણા માતાજીના મઢે ગયેલા અને હું મોટો ભાઈ હોવા છતાં મને જાણ કેમ ન કરી?ૅ આટલું કહેતા જ વજુ ઉશ્‍કેરાઈ ગયો હતો અને બોલાચાલી કરવા માંડયો હતો. આ  સમયે જ બાજુમાંથી ભત્રીજો ભગા  કારડિયા, નાના ભાઈના પત્‍નિ રેખાબેન તથા ભત્રીજી જયાબેન પણ આવી પહોંચ્‍યા હતા અને વિપુલભાઈ સાથે ઝઘડો કરવા લાગ્‍યા હતા. મામલો બિચકતાં વિપુલભાઈ પોતાના ઘરે જતા રહ્યા હતા.

ઘડીક વાર બાદ આ ચારેયએ વિપુલભાઈના ઘર બહાર આવી જોર-જોરથી બુમો પાડી તેમને બહાર બોલાવ્‍યા હતા. વિપુલભાઈ ઘરની બહાર આવતા જ વજુના હાથમાં કુહાડી અને ભત્રીજા ભગાના હાથમાં છરી જોઈ  તેમને ઝઘડો ન કરવા અને જતાં રહેવા સમજાવ્‍યા હતા. પણ ભત્રીજા ભગાએ ગાળો આપી તારે મોટું થવાનો બહુ શોખ છે, તારો શોખ આજે પુરો કરી દઈએૅ તેમ કહી હુમલો કરી દીધો હતો. દરમિયાન રેખાબેને રોડ પરથી પથ્‍થર ઉપાડી વિપુલભાઈને જમણા પગના ગોઠણ પર માર્યો હતો.

ત્‍યારબાદ ઘર બહાર દેકારો થતાં વિપુલભાઈના પત્‍નિ લત્તાબેન બહાર દોડી આવ્‍યા હતા. જેથી જયાબેને રોડ પરથી પથ્‍થરો ઉપાડી લતાબેન તરફ ફેંકતા તેમને માથા અને મોઢાના ભાગે મુંઢ ઈજાઓ થઇહ હતી. આ દરમિયાન ભત્રીજા ભગાએ વિપુલભાઈને પીઠના પાછળના ભાગે છરીનો એક ઘા ઝીંકી દીધો હતો. તેણે બૂમાબૂમ કરતાં નાના ભાઈ વજુએ પોતાના હાથમાં રહેલી કુહાડીના બે  ઘા વિપુલભાઈના માથાના ભાગે ડાબા કાનથી ઉપર ઝીંકી દેતાં તેઓ લોહીલુહાણ થઈ ઢળી પડ્‍યા હતા.

આજુબાજુમાંથી લોકો એકઠા થઈ જતાં વજુભાઈ અને ભગાભાઈએ-હવે જો મોટું થવાની વાત કરી છે તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ચારેય જણા સ્‍થળ પરથી ભાગી છૂટયા હતા. ઘાયલ થયેલા વિપુલભાઈને તુરંત રિક્ષા મારફતે રાજકોટ સરકારી હોસ્‍પિટલના ઈમરજન્‍સી વોર્ડમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં બાદમાં તેમના પત્‍નિ લતાબેન પણ ૧૦૮ મારફતે સારવાર માટે પહોંચ્‍યા હતા. ર્ તબીબોએ વિપુલભાઈના માથાના ભાગે કાનથી ઉપર ૩ ટાંકા અને પીઠના ભાગે છરી વાગવાથી ૭ ટાંકા લીધા હતા. સારવાર બાદ પોલીસને જાણ કરતાં યુનિવર્સિટીના પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં હેડકોન્‍સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

(2:11 PM IST)