<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

તું મને પાંચ દિવસની વાસી રોટલી ખવડાવે છે...કહી જ્‍યોતિબેનને પતિએ માર માર્યો

ઢીકાપાટુ અને પથ્‍થરથી ઇજા પહોંચાડીઃ લોધેશ્વર સોસાયટીના મહિલા સિવિલ હોસ્‍પિટલમાં સારવારમાં: પતિ નશો કરી વારંવાર માથાકુટ કરતો હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૫: ગોંડલ રોડ પર લોધેશ્વર સોસાયટીમાં રહેતાં જ્‍યોતિબેન રમેશભાઇ ઝરીયા (ઉ.વ.૪૦) નામના મહિલાને તેના પતિ રમેશભાઇ કનુભાઇ ઝરીયાએ ઢીકાપાટુનો માર મારી પથ્‍થરથી ઇજા પહોંચાડતાં સારવાર માટે દાખલ થયા છે.

જ્‍યોતિબેન પતિએ મારકુટ કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્‍પિટલમાં પહોંચતાં તબિબે પોલીસ કેસ જાહેર કરી તેણીને સારવાર માટે દાખલ કર્યા હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બનાવની જાણ માલવીયાનગર પોલીસને કરી હતી. જ્‍યોતિબેને આક્ષેપો સાથે કહ્યું હતું કે મારા પતિને દારૂ પીવાની આદત હોઇ વારંવાર માથાકુટ કરે છે. મારે સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. ઘરનું ગુજરાન ચલાવવા મારે કામ કરવા જવું પડે છે. ગઇકાલે પતિએ પોતે જમવા બેઠા ત્‍યારે રસોઇ બાબતે ઝઘડો કર્યો હતો અને તું મને પાંચ દિવસની વાસી રોટલી ખવડાવે છે તેમ કહી ઝઘડો કરી મારામારી કરી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે

(3:37 PM IST)