<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

યોગ : દુનિયાને ભારતે આપેલું અમૂલ્‍ય નજરાણું

યોગ એ સદીઓની ચાલી આવતી આપણી ભારતીય સંસ્‍કળતિનો એક ભાગ છે : ઉદય કાનગડ

રાજકોટ : આવતીકાલે તા.૨૧ જૂન, રવિવારના વિશ્વ યોગ દિવસ છે ત્‍યારે વિધાનસભા-૬૮, રાજકોટના ધારાસભ્‍ય ઉદય કાનગડએ શહેરીજનોને યોગ દિવસની શુભેચ્‍છા પાઠવતા જણાવેલ કે યોગ એ એક પ્રાચીન શારિરીક માનસિક અને આઘ્‍યાત્‍મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર આપણો ભારત દેશ છે, તેનો આપણને ગર્વ છે. યોગ એ સંસ્‍કળત શબ્‍દ છે, જેનો અર્થ જોડાણ કરવું એમ થાય છે. યોગ એ શરીર અને આત્‍માના જોડાણનો પ્રતિક છે. યોગ એ આઘ્‍યાત્‍મિક શિસ્‍ત છે. યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્‍વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. યોગ એ સદીઓની ચાલી આવતી આપણી ભારતીય સંસ્‍કળતિનો એક ભાગ છે. હિંદુ, બૌધ્‍ધ અને જૈન ધર્મમાં યોગને ધ્‍યાનાવસ્‍થા સાથે જોડવામાં આવેલ છે.

વર્ષ ૨૦૧૪માં સંયુક્‍ત રાષ્‍ટ્ર મહાસભામાં દેશના યશસ્‍વી વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના પ્રસ્‍તાવને વિશ્વસ્‍તરે અભૂતપૂર્વ સમર્થન મળ્‍યા બાદ તા. ૨૧ જૂન, ૨૦૧૫ના રોજ વિશ્વભરમાં ‘‘સંપ અને શાંતિ'' માટે યોગ થીમ પર પ્રથમ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસનું ઉદઘાટન કરવામાં આવેલ હતું.૨૧મી જૂનનો દિવસ એ ઉતરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ ૨૧ મી જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યુ અને વિશ્વને ભારતની ભેટ એવા યોગનું મહત્‍વ સમજી વિશ્વએ સહર્ષ સ્‍વીકારી લીધુ. ત્‍યારે આપણે ત્‍યાં સૂર્ય એ સૌથી પહેલો ઉર્જાનોસ્ત્રોત રહયો છે અને યોગ એટલે આપણી ઉર્જાને ઊર્ધ્‍વગામી બનાવવી ત્‍યારે યોગ એ તે ફકત કસરત ન આ આપણા અંતઃઅકરણથી વિશ્વ અને પ્રકળતિ સાથે એકરૂપતા કેળવવાનું એક માધ્‍યમ છે.

‘‘યોગ'' શબ્‍દનો અર્થ છે જોડાણ-શરીર, મન, બુધ્‍ધિ અને આત્‍માનું એકીકરણ. યોગ માત્ર કસરત કે આસન નથી, પરંતુ જીવન જીવવાની એક વૈજ્ઞાનિક અને આધ્‍યાત્‍મિક પધ્‍ધતિ છે. જે વ્‍યકિતને શારીરિક, માનસિક અને ભાવનાત્‍મક રીતે મજબૂત બનાવે છે. આધુનિક જીવનશૈલીમાં વધતા તણાવ, અનિયમિત આહાર, પ્રદૂષણ અને વ્‍યસ્‍ત દિનચર્યાના કારણે અનેક પ્રકારના રોગો વધી રહ્યા છે. આવી પરિસ્‍થિતિમાં નિયમિત યોગ અને પ્રાણાયામ સ્‍વાસ્‍થ્‍ય જાળવવાનું સૌથી સરળ, સુરક્ષિત અને અસરકારક સાધન બની રહે છે.

આમ યોગ એ આપણા જીવનમાં હકારાત્‍મક પરિવર્તન લાવી આપણા સુખી જીવનના સ્‍તરને સુધારવાનું કાર્ય કરે છે. દેશના યશસ્‍વી પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના પ્રયાસોથી આજે યોગને વૈશ્વિક ઓળખ મળી છે અને સમગ્ર વિશ્વ તા.૨૧ જૂન આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીને ભારતની આ અમૂલ્‍ય પરંપરાનને સન્‍માન આપી રહયું છે ત્‍યારે આજના ઝડપી અને તણાવભર્યા જીવનમામં યોગ, સ્‍વસ્‍થ અને સુખમય જીવન માટે શ્રેષ્‍ઠ માર્ગ છે. તેમ અંતમાં શહેરીજનોને યોગ દિવસની શુભેચ્‍છા પાઠવતા ધારાસભ્‍ય ઉદય કાનગડએ  એક યાદીમાં જણાવેલ હતું.

(3:56 PM IST)