<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

કાલે દશેરા અને આજે મીઠાઇ-ફરસાણના નમુના લેવાયા!

મનપાની ફુડ શાખા દ્વારા ૪૪ સેમ્‍પલ ટેસ્‍ટીંગ માટે મોકલાયા શહેરના વિવિધ વિસ્‍તારોમાંથી ૩૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયોઃ ગરબા ગ્રાઉન્‍ડના ૩ ફુડ સ્‍ટોલનું ચેકીંગ

રાજકોટ, તા. ૧૯: રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્‍ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન શહેરની કુલ ૩૯ પેઢીની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મળી આવેલો કુલ ૩૬ કિલો અખાદ્ય, વાસી અને એક્‍સપાયર્ડ ખાદ્યજથ્‍થો સ્‍થળ પર જ નાશ કરવામાં આવ્‍યો હતો.

તપાસ દરમિયાન સ્‍ટોરેજ, ફૂડ લાઇસન્‍સ તથા હાઇજેનિક કન્‍ડિશન સહિતની બાબતોમાં ક્ષતિ જણાતાં કુલ ત્રણ પેઢીને નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ પેઢીઓ પાસેથી કુલ રૂ. ૨,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્‍યો હતો. તહેવારોને અનુલક્ષીને શહેરનાં ત્રણ રાસ-ગરબા ગ્રાઉન્‍ડ પર આવેલા ફૂડ સ્‍ટોલનું પણ ચેકિંગ કરવામાં આવ્‍યું હતું.

ફૂડ સેફ્‌ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ્‍સ એક્‍ટ-૨૦૦૬ હેઠળ મીઠાઈ, ફરસાણ તથા તેને બનાવવા માટે વપરાતી કાચી સામગ્રીના કુલ ૪૪ નમૂના લેવામાં આવ્‍યા છે. આ તમામ નમૂના પળથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્‍યા છે.

મોમોસ અને મંચુરિયનનો ૨૩ કિલો જથ્‍થો નાશ કરાયો

મવડીના પુનિતનગર વિસ્‍તારમાં ઉદગમ સ્‍કૂલ પાસે આવેલા ‘મોમોનીસ ફૂડ ટ્રક'ને નોટિસ આપવામાં આવી હતી. અહીંથી મળી આવેલા વાસી અને પડતર પેક કરેલા ફ્રોઝન મોમોસ તથા મંચુરિયન પેસ્‍ટના ૨૦ કિલો જથ્‍થા અને ત્રણ કિલો દાઝેલા તેલ સહિત કુલ ૨૩ કિલો જથ્‍થાનો સ્‍થળ પર નાશ કરવામાં આવ્‍યો હતો. રૈયા રોડ પર આવેલા ‘શ્‍યામ ફરસાણ એન્‍ડ સ્‍વીટ માર્ટ'ને નોટિસ આપી રૂ. ૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્‍યો હતો.

શ્રી સીતારામ ડેરીમાંથી ૧૩ કિલો વાસી-એક્‍સપાયર્ડ જથ્‍થાનો નાશ

મોરબી રોડ પર આવેલી ‘શ્રી સીતારામ ડેરી'માંથી બટર બાસ્‍કેટ અને ગુલાબ-પિસ્‍તા સેન્‍ડવિચ બરફીના નમૂના લેવામાં આવ્‍યા હતા. ઉપરાંત નવ કિલો વાસી અને પડતર મીઠાઈ તથા ચાર કિલો એક્‍સપાયરી ડેટ વીતેલી ચેરી-કરોંડા સહિત કુલ ૧૩ કિલો જથ્‍થાનો નાશ કરવામાં આવ્‍યો હતો. પેઢી પાસેથી રૂ. ૧,૦૦૦નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્‍યો હતો.

ભગવતીપરા મેઇન રોડ પર આવેલી ‘ભગવતી ફરસાણ એન્‍ડ સ્‍વીટ માર્ટ'માંથી મરચાં પાઉડર અને જલેબીના નમૂના લેવામાં આવ્‍યા હતા. ખાદ્યપદાર્થ માટે છાપેલા પસ્‍તીના કાગળનો ઉપયોગ કરવા બદલ પેઢી પાસેથી રૂ. ૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્‍યો હતો.

ICDS કિચન સહિત વિવિધ પેઢીઓમાંથી નમૂના લેવાયા

ભગવતીપરામાં આવેલા ત્‍ઘ્‍ઝલ્‍ કિચનમાંથી સીંગતેલ, શીરો, વઘારેલા ચણા, મિક્‍સ વેજિટેબલ સબ્‍જી, થેપલા, ગોળ, રાઈ અને જીરાના નમૂના લેવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત ડી-માર્ટ, શ્રી શક્‍તિરાજ સ્‍વીટ એન્‍ડ નમકીન, કૈલાશ ફરસાણ માર્ટ, શ્રી પંચનાથ નમકીન સેન્‍ટર, બજરંગ ફરસાણ, જલિયાણ ફરસાણ, રામદેવ ડેરી ફાર્મ, બાલાજી ફરસાણ, ધારેશ્વર ફરસાણ, ધારેશ્વર ડેરી ફાર્મ, માટેલ સ્‍વીટ્‍સ એન્‍ડ નમકીન, અરિહંત સ્‍વીટ માર્ટ, યોગેશ્વર ડેરી ફાર્મ, વળંદાવન ડેરી ફાર્મ, ખોડિયાર વિજય ડેરી ફાર્મ, ભગવતી સ્‍વીટ્‍સ એન્‍ડ નમકીન, શ્રી કળષ્‍ણ ડેરી, ણામી ફરસાણ તથા મુરલીધર ફરસાણ સહિતની પેઢીઓમાંથી વિવિધ મીઠાઈ અને ફરસાણના નમૂના લેવામાં આવ્‍યા હતા. કાલાવડ રોડ પર આવેલી ‘રેબલ ફૂડ્‍સ પ્રાઇવેટ લિમિટેડ' રેસ્‍ટોરન્‍ટને પણ તપાસ બાદ નોટિસ આપવામાં આવી હતી.

(3:33 PM IST)