<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ભગવતીપરામાં યાસીન પર વારીસ-મોઇનનો છરીથી હુમલોઃ વૃધ્‍ધ પિતાને પણ ધક્કો મારી પછાડી દીધા

શેરીમાં બંબાટ બાઇક હંકારવાની કેટરીંગના ધધાંર્થી યુવાને ના પાડતાં ડખ્‍ખો : બાર વર્ષનો દિકરો રમતો હોઇ વારીસને ધીમે વાહન ચલાવવાનું કહેતાં ખાર રાખી મિત્ર સાથે મળી તુટી પડયો

રાજકોટ તા. ૭: શહેરના ભગવતીપરા વિસ્‍તારમાં મોટરસાઇકલ ચલાવવા જેવી સામાન્‍ય બાબતે બે શખ્‍સોએ પિતા-પુત્ર પર હુમલો કરી લોહીલુહાણ કર્યાની ઘટના સામે આવી છે. બાળક ઘર પાસે રમતો હોય ત્‍યારે સ્‍પીડમાં બાઈક કાઢવા બાબતે ઠપકો આપતા ઉશ્‍કેરાયેલા શખ્‍સોએ વળદ્ધ પિતાને ધક્કો મારી યુવાનને પીઠના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો.

ભગવતીપરા વિસ્‍તારમાં નંદનવન સોસાયટી શેરી નં-૨માં રહેતા અને તાજ કેટરર્સ નામે કેટરિંગનું કામ કરતા મુળ પટના બિહારના મોહમદયાસીન મોહમદકલામભાઈ મન્‍સુરી (ઉ.વ. ૩૫) એ નોંધાવેલી ફરિયાદ મુજબ સાંજે પાંચેક વાગ્‍યે તેનો ૧૨ વર્ષનો પુત્ર ઘર પાસે રમતો હતો. આ સમયે તેની જ શેરીમાં પાછળ રહેતો વારીસ નામનો શખ્‍સ પોતાનું મોટરસાઇકલ લઈને પુરઝડપે અને કટ મારીને નીકળ્‍યો હતો. મોહમદયાસીને તેને ઊભો રાખીને ઠપકો આપ્‍યો હતો કે-તું અવારનવાર આવી રીતે સ્‍પીડમાં બાઈક ચલાવે છે, મારા દીકરાને ઠોકર વાગી જશે.

આ ઠપકાનો ખાર રાખીને સાંજે સાડા સાતેક વાગ્‍યે વારીસ અને તેની સાથે મોઈન નામનો શખ્‍સ મોહમદયાસીનના ઘરે પહોંચ્‍યા હતા. ઘરની બહાર બેઠેલા ફરિયાદીના વળદ્ધ પિતા મોહમદકલામભાઈને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. દરમિયાન વારીસે પોતાના પેન્‍ટના નેફામાંથી છરી કાઢી મોહમદયાસીનને ખભાની નીચે પીઠના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. તેમજ મોઈને પથ્‍થરના છૂટા ઘા કરીને મોઢા અને હાથના ભાગે ઈજા પહોંચાડી હતી.

હુમલો કર્યા બાદ બંને શખ્‍સો ત્‍યાંથી નાસી છૂટયા હતા. ઇજાગ્રસ્‍ત મોહમદયાસીનને તાત્‍કાલિક ૧૦૮ મારફતે સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો છે. 

(3:47 PM IST)