News of Tuesday, 22nd September 2026
યાદે ગૌષુલવરા જુલુસ કમિટી દ્વારા જુલુસનો રૂટ જાહેર
ગુરૂવારે રામનાથપરા ગરૂડ ચોક ખાતેથી જુલુસનો પ્રારંભ થશે, તડામાર તૈયારીઓ

રાજકોટ : યાદે ગૌષુલવરા જુલુસ કમિટી મુખ્ય સંચાલક મહેબુબભાઈ અજમેરી, પ્રમુખ સૈયદ એજાઝબાપુ બુખારી, ઉપ પ્રમુખો યુનુસભાઈ જુણેજા, હબીબભાઈ ગનીબાપુ કટારીયાની યાદીમા જણાવે છે કે, ગત્ વર્ષની જેમ આ વર્ષે પણ ઈદે ગૌષિયાનુ જુલુસ રાજકોટ શહેરમા સાનો સૌકત થી નિકળશે તેના માટે યાદે ગૌષુલવરા જુલુસ કમિટીના હોદ્દેદારો સભ્યો જુલુસની વ્યવસ્થા માટે જોર સોરથી તૈયારીઓ કરી રહેલ છે. તેમજ રાજકોટ શહેરના જુદા - જુદા મુસ્લિમ વિસ્તારોના મુસ્લિમો દ્વારા જુલુસની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે. સમગ્ર વિસ્તારીમા ઉજવણી બાબતે હર્ષોલ્લાસ મળી રહ્યાનું યાદીમાં જણાવાયું છે.
આ ઉપરાંત જુલુસ કમિટી દ્વારા મિટીંગમા ચર્ચા વિચારણા કરતા જુલુસનો રૂટ નક્કી કરવામા આવેલ છે. જુલુસ નિકળવાની તા. ૨૪ ગુરૂવારે બપોરે ત્રણ વાગ્યે રામનાથપરા ગરૂડ ગરબી ચોકથી ખતીબો ઈમામ પીરે તરીકત સૈયદ વજીરઅલી બાપુ બુખારીની આગેવાનીમા લીલી ઝંડી ફરકાવી જુલુશની શરૂઆત કરવામા આવશે અને જુલુસની આગેવાની સૈયદ સાદાતોની રહેશે.
તા. ૨૪ ગુરૂવારે બપોરે ત્રણ વાગ્યે રામનાથ પરા ગરૂડ ગરબી ચોક થી કોઠારીયા નાકા પોલિસ ચોકી થઈને ભુપેન્દ્ર રોડથી બાપુના બાવલા પાસે થઈને ત્રિકોણ બાગ ચોક થઈ ઢેબરરોડ વનવે નાગરીક બેંક ચોક થઈ જુબેલી શાક માર્કેટ થઈને મોચીબજાર જુની કોર્ટ થઈને જુના ખટારા સ્ટેન્ડ થઈને જંકશન મેઈન રોડ થઈને રાત્રે ૯ વાગ્યે હઝરત ગેબનશાહ પીરની દરગાહ ખાતે સલાતો સલામ પઢી વિસર્જન કરવામાં આવશે. આ રૂટ પર ઠેર - ઠેર સબીલોમા ન્યાજ, દુધ કોલ્ડ્રીક્સ, ઠંડા પીણાઓના (પ્રસાદ) આયોજન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમા યાદે ગૌષુલવરા જુલુસ કમિટી દ્વારા સમગ્ર મુસ્લિમ સમાજને જુલુસમા મોટી સંખ્યામા જોડાવા અનુરોધ કરવામા આવે છે.
યાદે ગૌષુલવરા જુલુસ કળમિટી આ મુજબ છે.
મુખ્ય સ્થાપક-મુખ્ય સંચાલકઃ- મહેબુબભાઇ અજમેરી, જુલુસ કમિટીના પ્રમુખ સૈયદ એજાઝબાપુ બુખારી, ઉપપ્રમુખ :- યુનુસભાઈ જુણેજા (લક્કી), હબીબભાઇ ગનીબાપુ કટારીયા, યુનુસભાઇ જુણેજા (જય હિન્દ), ફિરોઝભાઈ અજમેરી, મહામંત્રી :- સૈયદ અજરૂદ્દીનબાપુ કાદરી, સૈયદ અ. જબ્બારબાપુ કાદરી, એડવોકેટ ઝાકીરભાઈ આગરીયા, રઝાકભાઈ જુણેજા,
મંત્રીઆ :- લાલાભાઈ માડકીયા, આમદભાઈ નાઈ, ફારૂકભાઈ કટારીયા, ફારૂકભાઈ મુસાણી, જાહીદભાઈ દલ, રાજુભાઈ દલવાણી, સરફરાઝભાઈ દલવાણી, અસીમભાઈ અધામ, સલીમભાઈ આરબ, હારૂનભાઈ સાહમદાર, અનવરભાઈ દલ, ઈરફાનસાહેબ કુરેશી, શાહનવાઝભાઈ સિદ્દીકી, રઝાકભાઈ કારીયાણીયા, પરવેઝભાઈ કુરેશી, વકારભાઈ બ્લોચ (શકલૈની) યાસિનભાઈ મીર, હુશૈનભાઈ હાલાપૌત્રા, હનીફભાઈ જતમલેક, ફરદીનભાઈ બ્લોચ, અક્રમશા અબ્દુલશા. સભ્યો - કાજીમભાઈ સંજાત, મોહસિનભાઈ કુરેશી, શકીલભાઈ અધામ, મહેબુબભાઈ અજમેરી (સાંખલા), વારીસભાઈ સંધી, આસિફભાઈ મલેક, મહેબુબનાગરભાઈ મલેક, સોહિલભાઈ કોચલીયા, નાસિરભાઈ અજમેરી, આરીફભાઈ અજમેરી, સોહીલભાઈ અજમેરી, સબ્બીરભાઈ કુવાડીયા વગેરે હોદેદારો સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. મહેબુબભાઈ અજમેરી ૯૪૨૭૨૬૯૨૩૮, સૈયદ એજાઝબાપુ બુખારી- ૯૮૭૯૫૦૦૮૦૮
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મુસ્લિમ આગેવાનો મહેબુબભાઈ અજમેરી, સૈયદ એજાઝ બાપુ બુખારી, હબીબભાઈ કટારીયા, ફિરોઝભાઈ અજમેરી, સેયદ અ. રજજાક બાપુ કાદરી - રજાકભાઈ કારીયાણીયા - એડવોકેટ જાકીરભાઈ આગરીયા - સબ્બીરભાઈ કુવાડીયા, વકારભાઈ બ્લોચ (શકલૈની) , ફારૂકભાઈ કટારીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:51 PM IST)










