તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
શનિદેવની જન્મજયંતિ નિમિતે રાજકોટના મંદિરોમાં પૂજા-અર્ચના

ગમે તેવા કષ્ટોને દૂર કરતા બળવાન શનિદેવની આજે જન્મ જયંતિ છે. તેમાય આજે શનિવાર અને અમાસનો સુભગ સમન્વય હોય શનિ દેવના ભક્તોમાં ઉમંગ બેવડાયો છે. કાળા તલ અને તેલ ચડાવવાથી શનિ દેવ રીઝી જાય છે, ત્યારે આજે શનિ જયંતિ નિમિતે રાજકોટના જયુબેલી બાગ ખાતે તેમજ અન્ય વિસ્તારોમાં આવેલ શનિ દેવના મંદિરોમાં ભાવિક ભક્તોએ પૂજન-અર્ચન માટે લાંબી લાઇનો લગાવી દીધી હતી. તસ્વીરમાં જયુબેલી બાગ નવગ્રહ મંદિરે ફુલહાર કરતા, તેલ ચડાવતા અને દીવો પ્રગટાવી દર્શનનો લાભ લેતા ભાવિકજનો નજરે પડે છે. (૩૬.૪) (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:39 PM IST)










