તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Friday, 15th May 2026
અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા માતૃશક્તિ અને પર્યાવરણ રક્ષાની થીમ ઉપર કાર્યશાળા

રાજકોટ : અખિલ હિન્દ મહિલા પરિષદ રાજકોટ શાખા દ્વારા માતૃ વંદના દિન નિમિત્તે ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સ નવી દિલ્હીના સહયોગ માતળશક્તિ અને પર્યાવરણ રક્ષાના વિષય ઉપર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અખિલ હિન્દ મહિલા પરિષદના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અને રાજકોટના પ્રમુખ શ્રીમતી ભાવના જોષીપુરા અધ્યક્ષ સ્થાને આયોજિત ખૂબજ પ્રેરણાદાયી અને મંગલમય કાર્યક્રમમાં જાણીતા મૌલિક વિચારક અને ચિંતક લેખિકા દીપ્તિ જગદીશ જોશીપુરાનો વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટના વિવિધ વિસ્તારોમાં કાર્યરત આત્મનિર્ભર માતાઓ કે જે કે જેના બાળકો અભ્યાસમાં તેજસ્વી કારકિર્દી ધરાવે છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય સંભાળ બાળ કલ્યાણ સંસ્કાર નિર્માણ, શિક્ષણના પ્રચારમાં કાર્યરત એવા બહેનોની ખાસ ઉપસ્થિતિ હતી. શ્રીમતી ભાવના જોષીપુરાએ જણાવ્યું હતું કે માતળત્વની સંકલ્પના ભારતીય સંસ્કળતિમાં પ્રાચીન અને નિત્ય નુતન છે, અહીં કોઈ એક દિવસ ઉજવવાની વાત નથી પરંતુ જો આપણે માતાના ઉપકારનો વિચાર કરીએ તો દિવસમાં ૧૦૦ વાર આપણે માતાને થેન્કયુ કહેવું પડે. આરોગ્ય અધિકારી મૌલીબેન ગણાત્રાએ માતળશક્તિ અને આરોગ્ય સંભાળના વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે અન્ય તજજ્ઞ વક્તાઓ તરીકે પૂનમ વ્યાસ અને સુશ્રી વૈશાલી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા કુસુમબેન ઠાકર, શબનમબેન ઠેબા અને ચંપાબેન પિત્રોડા સહિતના મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(3:19 PM IST)










