તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Monday, 11th May 2026
ગચ્છનાયક પૂ.શ્રી મુક્તિચંદ્રજી મ.સા.ની ૩૧મી પુણ્યતિથી માનવતાના કાર્યો

રાજકોટઃ પાલીતાણા મહાતીર્થે નગરે ગચ્છનાયક મધૂરવક્તા શ્રી મુક્તિચંદ્રજી મહારાજ સાહેબની ૩૧ મી પુણ્યતિથી નિમિત્તે પ.પૂ.મુનિરાજશ્રી ધર્મરત્નચંદ્રજી મહારાજ સાહેબની પ્રેરણાથી શ્રી પાર્શ્વચંદ્ર ધામ મધ્યે પૂ.સાધુ-સાધ્વીજીની નવકારશી, અનુકંપાદાન, જીવદયા આદિ માનવતાના કરવામાં આવેલ. આ પ્રસંગે પૂજય મુનિરાજશ્રી ધર્મરત્નચંદ્રજી મહારાજ સાહેબ એ જણાવેલ કે ગુરુદેવની પૂણ્યતિથિએ આપણે તેમના જીવનચરિત્ર, ઉપદેશ અને આદર્શોને યાદ કરીને તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આ પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતોની ભક્તિ એવં અનુકંપાદાનના લાભાર્થી- અભય મહેતાની પુત્રી નિધિબેનની દીક્ષા નિમિત્તે, માતુશ્રી શાંતાબેન લાલવાણી,શ્રી શરદભાઈ સાકરચંદ વોરા-ડોમ્બિવલી, શ્રી સંજય કિર્તીભાઈ શેઠ-ડોમ્બિવલી, માતળશ્રી ધનવંતીબેન જખુભાઈ સાવલા- બોરીવલી, શ્રીમતિ પન્નાબેન હરેશભાઈ - વિરાર પરિવારે સુંદર લાભ લીધેલ. આ પ્રસંગે શંખેશ્વર જહાજ મંદિરે મૂળનાયક શ્રી અષાઢીય પાર્શ્વનાથ પ્રભુને આંગી રચાઈ હતી.આ પ્રસંગે આચાર્યશ્રી પદ્મયશચંદ્રજી મહારાજા, મુનિ ધર્મરત્નચંદ્રજી મ.સા,મુનિ પુન્યરત્નચંદ્રજી મ.સા,મુનિ નયશેખર મ.સા એ હૃદયાજંલી પાઠવેલ.
(3:17 PM IST)










