<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

AIથી રેલવેની નકલી ટિકિટ બનાવીને શ્રમિકોને પધરાવી દીધી

ગોંડલથી ઝડપાયો ગજબનો ભેજાબાજ : રાજકોટ રેલવે ડિવિઝન પોલીસે આ કેસમાં ત્રણ આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી

રાજકોટ તા.૧૯: એવું કહેવાય છે કે, નકલ કરનારાઓમાં અક્કલ ઓછી હોય છે. એઆઈ ટેકનોલેજી આવી ગયા બાદ અસલી કોણ તેને પકડવા લોઢાના ચણા સમાન બની રહ્યું છે. અમદાવાદમાં આવા જ ભેજાબાજોએ AIથી બનાવેલી રેલવેની ટિકિટ શ્રમિકોને પધરાવી દીધી અને પૈસા ખંખેરી પણ લીધા. ખાસ વાત તો એ છે કે, આ ટિકિટમાં તમામ પ્રકારની વિગત લખેલી હતી. જે એક રેલવે ટિકિટમાં જરૂરી હોય છે. આ કારણે શ્રમિકોને શરૂઆતમાં કોઈ પ્રકારની આશંકા ગઈ નહીં.

ટ્રેન જ્‍યારે વાંકાનેર પહોંચી અને ટ્રેનની ટિકિટ તપાસવામાં આવી એ સમયે ખ્‍યાલ આવ્‍યો કે, ટિકિટ તો નકલી છે. રાજકોટ રેલવે ડિવિઝન પોલીસે આ કેસમાં ત્રણ આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કેસનો ભોગ બનેલા શ્રમિક પોતાની સાથે થયેલી છેત્તરપિડી પોલીસને જણાવી હતી. ઉત્તર પ્રદેશના મનમહોન ફકીરાએ શ્રમિકને ઓનલાઈન ટિકિટ કરાવી આપશે એવું કહ્યું હતું. આથી મનમોહને ખ્‍ત્‍નો ઉપયોગ કરીને રેલવેની ટિકિટ બનાવી દીધી હતી.

આ ટિકિટ અસલ રેલવેની ટિકિટ જેવી જ દેખાતી હતી. આ ટિકિટ વોટ્‍સએપ પર શ્રમિકને મોકલી હતી.આ ટિકિટના બદલામાં પૈસા લઈ લીધા હતા. સોમનાથ-જબલપુર ટ્રેનમાં જ્‍યારે શ્રમિક ગયા એ સમયે નકલી ટિકિટનો ખ્‍યાલ આવ્‍યો હતો. ટિકિટમાં દર્શાવેલી સીટ ન મળતા શ્રમિકને આશંકા ટિકિટ પર ગઈ હતી. વાંકાનેર પહોંચી ટ્રેન ત્‍યારે શ્રમિકને ટિકિટ હોવા છતા બેસવા માટેની કોઈ જગ્‍યા ન મળી.

આ પછી જ્‍યારે શ્રમિકે રજૂઆત કરી અને ટિકિટની તપાસ કરી ત્‍યારે ટિકિટ નકલી નીકળી હતી. ટિકિટ ચેકરે  કોચ H-1 અને S-1ના કોરિડોરમાં ઉભેલા બે મુસાફરો પાસે ટિકિટ માગી હતી. એ સમયે શ્રમિકોએ પોતાના મોબાઇલમાં માસિક સીઝન ટિકિટ(MST) તથા મુસાફરી ટિકિટ બતાવી હતી. આ ટ્રેન જ્‍યારે સુરેન્‍દ્રનગર પહોંચી એ સમયે બન્ને પ્રવાસીઓને રેલવે પોલીસના હવાલે કરવામાં આવ્‍યા હતા.

આ પછી પોલીસ પૂછપરછ દરમિયાન આ ઉત્તર પ્રદેશના ભેજબાજનો ભાંડો ફૂટ્‍યો હતો. રાજકોટ રેલવે પોલીસ સ્‍ટેશનમાં ભારતીય ન્‍યાય સંહિતા ૨૦૨૩ની કલમ- ૩૩૬(૩), ૩૪૦(૨), ૫૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. મનમોહન રાજકોટ પાસેના ગોંડલમાં રહેતો હતો. રાજકોટ પોલીસે ગોંડલથી નકલી ટિકિટ બનાવનારની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે.

(10:36 AM IST)