<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

રેલ્‍વે સ્‍ટેશનની નવી એન્‍ટ્રી માટે મહત્‍વપૂર્ણ રૂખડીયા ફાટક અન્‍ડરબ્રીજની કામગીરી યુધ્‍ધના ધોરણે હાથ ધરાઇ

 

રાજકોટઃ શહેરના મુખ્‍ય રેલ્‍વે સ્‍ટેશન જંકશન અને ભકિતનગર રેલ્‍વે સ્‍ટેશન ઉપર ધમધોકાર આધુનીકરણ ચાલી રહયુ છે. રેલ્‍વે જંકશનના બીજી તરફના દ્વાર ખુલવા માટે અંત્‍યત મહત્‍વ પૂર્ણ એવા રૂખડીયા ફાટક નીચે અન્‍ડરબ્રીજ બનાવી સામેની તરફના પ્‍લેટફોર્મ તરફ મુસાફરોનો ટ્રાફીક ડાયવર્ટ કરવાની યોજના અંતર્ગત આજે રેલ્‍વેના એન્‍જીનીયરીંગ વિભાગ દ્વારા યુધ્‍ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઇ અમદાવાદથી ઓખા અને વેરાવળ-સોમનાથ તરફના ટ્રાફિકને આંશીક અસરની સંભાવના રહેશે. કેટલીક ટ્રેનોના પ્‍લેટફોર્મ બદલાવવામાં આવશે. તસ્‍વીરમાં આધુનીક મશીનરીથી રેલટ્રેક હેઠળ ગોઠવવામાં આવતા પ્રી-ફેબ્રીકેટેડ બ્રિજ નજરે પડે છે. રેલ્‍વે જંકશનનું ૫૦ કરોડના ખર્ચે આધુનિકરણ પણ ચાલી રહયુ છે. એસ્‍કેલેટર, ફુટ ઓવરબ્રિજ, લીફટ સહિતના કાર્યો ચાલી રહયા છે. જેને લઇને જુદા-જુદા ૭ પ્‍લેટફોર્મ ઉપર મુસાફરો સરળતાથી આવ-જા કરી શકશે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:14 PM IST)