<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ગાંધીનગર ડી-માર્ટને કેરી બેગના રૂા. આઠ લેવા ભારે પડયાઃ ૧૦ હજારનો દંડ ફટકાર્યો

ગ્રાહકોના અધિકારોના કાયદા હેઠળ સ્‍ટેટ કમિશનનો મહત્‍વનો ચુકાદો

ગાંધીનગર, તા. ર૮: ગાંધીનગરના ડીમાર્ટ સ્‍ટોરમાંથી ૪ ખરીદી કરનાર મહિલા પાસે રા સામાન મૂકવાની થેલી માટે ૮ જ રૂપિયા અલગથી લેવામાં આવ્‍યા હતા. જિલ્લા ગ્રાહક તકરાર ૫ નિવારક ફોરમે ગ્રાહકની ૧ તરફેણમાં આદેશ આપ્‍યા બાદ ડીમાર્ટ કંપની રાજ્‍ય કમિશનમાં ગઈ હતી. રાજ્‍ય કમિશને ડીમાર્ટની અપીલ રદ્દ કરીને ગ્રાહકને ૧૦ હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્‍યો હતો.

એવન્‍યુ સુપરમાર્ટ્‍સ લિમિટેડ સંચાલિત સેક્‍ટર-૨૬ના ડીમાર્ટ સ્‍ટોર ગાંધીનગર ખાતેથી સેક્‍ટર-૬માં રહેતા સોનલબેન કિરણકુમાર વ્‍યાસે ૪ હજાર રૂપિયાનો સામાન ખરીદ્યો હતો. ખરીદી પૂર્ણ થયા બાદ સ્‍ટોરના કર્મચારીઓએ સામાન ઘરે લઈ જવા માટેની થેલી માટે ૮ રૂપિયાનો ચાર્જ અલગથી વસૂલ કર્યો હતો. આ વાત સામે સોનલબેને સેવામાં ખામી ગણીને ગાંધીનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્‍યા મુજબ દેશભરમાં વેપારીઓ ખરીદી પછી સામાન આપવા માટે થેલી આપે તે સેવાનો ભાગ ગણાય છે. સામાન વેચ્‍યા પછી કેરી બેગના પૈસા અલગથી લેવા તે ગ્રાહક અધિકારનો ભંગ છે અને ગ્રાહકોનું શોષણ કરવાની પદ્ધતિ છે.

ગાંધીનગર જિલ્લા ફોરમે સોનલબેનની તરફેણમાં આદેશ આપી ડીમાર્ટને ૮ રૂપિયા થેલીના અને ૫૦૦૦ રૂપિયા માનસિક હેરાનગતિ બદલ આપવા જણાવ્‍યું હતું. આ કેસમાં ફરિયાદી પક્ષે વકીલ કિરણ વ્‍યાસ હાજર રહ્યા હતા. જિલ્લા ફોરમના આ નિર્ણય સામે ડીમાર્ટ કંપનીએ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્‍ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અપીલ કરી હતી. રાજ્‍ય કમિશન સામે સોનલબેનના વકીલ દેવાંગ જ્‍હાએ લેખિત રજૂઆતો કરી હતી. રાજ્‍ય કમિશને ડીમાર્ટની અપીલ નામંજૂર કરી અને જિલ્લા ફોરમના આદેશને યોગ્‍ય ઠેરવ્‍યો હતો. કમિશને ડીમાર્ટને ૧૦ હજાર ચૂકવવાનો હુકમ કર્યો હતો અને જો આ રકમ નક્કી સમયમાં ન ચૂકવાય તો ૯ ટકા વાર્ષિક વ્‍યાજનો હુકમ કર્યો હતો. આ કેસમાં રાજય કમિશન સમક્ષ એડવોકેટ દેવાંગભાઇ જહા ઉપસ્‍થિત રહયા હતા

(3:42 PM IST)