<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

મહિલાઓ બધુ ભુલી શકે પણ અપમાન કયારેય ન ભૂલે, વિરોધીઓને જવાબ મળશે જ : રાજુભાઇ ધ્રુવ

 

રાજકોટ, તા.૨૧: લોકસભામાં મહિલા અનામત ખરડા વિરુદ્ધ મતદાન કરનાર કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, ડી.એમ.કે. અને તળણમૂલ કોંગ્રેસ જેવા પક્ષોને દેશની માતળશક્‍તિ કયારેય માફ નહીં કરે, તેવો સ્‍પષ્ટ મત ભાજપના પ્રદેશ કારોબારી સભ્‍ય રાજુભાઈ ધ્રુવે વ્‍યક્‍ત કર્યો છે.

તેમણે જણાવ્‍યું કે મહિલાઓ અન્‍ય બાબતો વિસરી શકે છે, પરંતુ પોતાનું આવું અપમાન કદી ભૂલતી નથી. અડધી આબાદીનો હક છીનવીને વિરોધપક્ષોએ પોતાના પગ પર કુહાડો માર્યો છે.

દેશ ની કુલ વસ્‍તી ના ૫૦%મહિલાઓ આગળ આવે અને રાષ્‍ટ્રનિર્માણમાં તેમની ભાગીદારી વધે તો પોતાનો રાજકીય ગરાસ લૂંટાઈ જશે તેવી માનસિકતા ધરાવતા કોંગ્રેસી નેતાઓએ બેશરમ બનીને આ બંધારણીય સુધારા બિલનો વિરોધ કર્યો છે.

આ ઘટનાથી કોંગ્રેસ અને અન્‍ય વિપક્ષોની મહિલા વિરોધી માનસિકતા ખુલ્લી પડી ગઈ છે. દેશની નારી પગભર બને અને રાષ્‍ટ્રની નીતિના ઘડતરમાં તેનું સીધું યોગદાન રહે તે હેતુથી ભાજપ સરકારે ૩૩ ટકા અનામતનો અમલ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે દેશના વ્‍યાપને ધ્‍યાનમાં રાખીને સીમાંકનની વાત પણ મૂકવામાં આવી હતી. પરંતુ સ્‍વકેન્‍દ્રી રાહુલ ગાંધી અને તેમના સાથી પક્ષોએ બિલ અટકાવીને દેશની પ્રગતિમાં રોડા નાખ્‍યા છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈએ શ્નબેટી બચાવો, બેટી પઢાઓઙ્ખ અને ત્રિપલ તલાક નાબૂદી જેવા ક્રાંતિકારી પગલાં લીધા છે. દેશની મહિલાઓ પરિવાર, સમાજ અને રાજ્‍યના વિકાસમાં સહભાગી બને તેમજ તેમની આવડતનો લાભ દેશને મળે તે માટે ભાજપે સક્રિય પ્રયાસો કર્યા છે. ભાજપે મહિલા સશક્‍તીકરણને કયારેય રાજકીય દૃષ્ટિકોણથી જોયું નથી. ‘‘યત્ર નાર્યસ્‍તુ પૂજ્‍યન્‍તે રમન્‍તે તત્ર દેવતા'' શ્‍લોકને સાર્થક કરતા સંસદીય કાર્યવાહીમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવાનો નિર્ણય લેવાયો હતો. સરકારે પોતાની ભૂમિકા સ્‍પષ્ટ કરી છે અને આ પગલું માત્ર ભાજપ પૂરતું સીમિત નહોતું, પરંતુ સમગ્ર ભારત માટે હતું. તેમ અંતમાં રાજૂભાઇ ધ્રુવે જણાવ્‍યું છે

(3:25 PM IST)